Home /News /gujarat /

ખોડલધામના નરેશ કરાવશે હાર્દિકના પારણાં? PAAS અને સરકારે મધ્યસ્થી સ્વીકારી

ખોડલધામના નરેશ કરાવશે હાર્દિકના પારણાં? PAAS અને સરકારે મધ્યસ્થી સ્વીકારી

નરેશ પટેલની ફાઇલ તસવીર

સરકાર અને પાસએ નરેશ પટેલની મધ્યસ્થી સ્વીકારી છે. અને સમગ્ર મુદ્દે આવતીકાલે એટલે કે શુક્રવારે અમદાવાદ ખાતે બંન્ને પક્ષે મિટિંગ યોજાશે.

    હાર્દિક પટેલના ઉપવાસનો આજે ગુરુવારે 13મો દિવસ છે. છતાં ભાજપ સરકારમાંથી સમાધાન મુદ્દે કોઇ વલણ આવતું નથી. તે જોઇ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ મધ્યસ્થી બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે આજે નરેશ પટેલે એક નિવેનદમાં જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો સામાજીક શાંતિ અને હિત માટે મધ્યસ્થી બનવા તૈયાર છું. તો બીજી બાજુ સરકાર અને પાસએ નરેશ પટેલની મધ્યસ્થી સ્વીકારી છે. અને સમગ્ર મુદ્દે આવતીકાલે એટલે કે શુક્રવારે અમદાવાદ ખાતે બંન્ને પક્ષે મિટિંગ યોજાશે.

    ખેડૂતોના દેવા માફ કરવા અને પાટીદાર સમાજને અનામત આપવા માટે હાર્દિક પટેલે ઉપવાસ શરૂ કર્યા છે. 13 દિવસ સુધી તેણે અન્ન લીધું નથી જેને લઇ ગુજરાતભરમાં તેને ટેકો મળી રહ્યો છે અને સરકારની ભીંસ વધતી જાય છે. ખોડલધામ સંસ્થાના મોભી નરેશ પટેલ મધ્યસ્થી બન્યા છે. નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો જરૂર મધ્યસ્થી બનીશ. ઉલ્લેખનીય છે કે, ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણી અને તેમની ટીમ પાસ અને સરકાર સાથે ચર્ચાઓ કરી રહી છે. બન્ને પક્ષ હા પડી છે. ત્યારે ચોક્કસ કહી શકાય છે, હાર્દિક પટેલના આંદોલનનો અંત આવી શકે છે.

    તો પત્રકાર પરિષદમાં મનોજ પનારાએ જણાવ્યું કે મીડિયા તરફથી જાણવા મળ્યું છે કે નરેશ પટેલ સમગ્ર મુદ્દે મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી છે. તો આ સારી વાત છે, નરેશ પટેલ અમારા વડીલ છે, જો તેઓ કહેશે તો જરૂર સરકાર સાથે વાતચીત કરવામાં આવશે.

    આ આર્ટિકલ પર પણ કરો એક નજર...
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Hardik Patel Fast, KhodalDham, ગુજરાત, ભાજપ

    આગામી સમાચાર