Home /News /gujarat /ખેડા: નાયબ મામલતદાર 5 લાખની લાંચ લેતા ઝડપાયા

ખેડા: નાયબ મામલતદાર 5 લાખની લાંચ લેતા ઝડપાયા

પ્રતિકાત્મક તસવીર

ખેડામાં એ.સી.બી એ રૂપિયા 5 લાખની લાંચ લેતા ભાનુપ્રસાદ માધવભાઈ વૈષ્ણવ, સર્કલ ઓફિસર (નાયબ મામલતદાર) વર્ગ-૩ અને લિયાકત ખાન મુખ્તાર ખાન પઠાણ જે પ્રાઇવેટ વ્યક્તિ છે અને વકીલાત કરે છે બંનેને ઝડપી પાડ્યા છે.

નવીન ઝા, અમદાવાદ: ખેડામાં એ.સી.બી એ રૂપિયા 5 લાખની લાંચ લેતા ભાનુપ્રસાદ માધવભાઈ વૈષ્ણવ, સર્કલ ઓફિસર (નાયબ મામલતદાર) વર્ગ-૩ અને લિયાકત ખાન મુખ્તાર ખાન પઠાણ જે પ્રાઇવેટ વ્યક્તિ છે અને વકીલાત કરે છે બંનેને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓએ 10 લાખની લાંચની માંગણી કરી હતી અને જેમાં પહેલો હપ્તો 5 લાખનો હતો અને જે લેતા પકડાઈ ગયા છે.

વાત કંઈ એમ છે કે આ કામના ફરિયાદીએ મોજે ગામ પીગલજ તાલુકો ખેડાની સર્વે નંબર 486ની ખેતીની જમીન રજીસ્ટર દસ્તાવેજથી ખરીદેલ. જે જમીનને કાચી નોંધ તા. 10/ 6/ 2019ના રોજ મામલતદાર કચેરી ખેડા ખાતે પાડવામાં આવેલ. જે કાચી નોંધ બાદ 45 દિવસ પછી ફરિયાદીએ પાકી નોંધ કરાવવા સારુ તેઓની ઓફિસમાં કામ કરતાં અશોકભાઈ પંડ્યાને ખેડા મામલતદાર કચેરી ખાતે મોકલતા આરોપી નં.૧ (સર્કલ ઓફિસર) નાએ પાકી નોંધ પાડવા સારુ સાહેદ પાસે રૂ. ૧૦ લાખની માંગણી કરી હતી.

જે પૈકી રૂ. પાંચ લાખ આજ રોજ તા. 28 /8/ 2019 ના સાંજ ના 5:00 વાગે આપવાનો વાયદો કર્યો. જે નાણાં મળ્યા પછી આરોપી નંબર ૧ રેવન્યુ સિસ્ટમમાં પાકી નોંધ માટે પોતાનો અંગૂઠો માર્યા પછી દિવસ બેમાં એટલે કે તા. 30/ 8 /2019 ના રોજ બાકીના રૂપિયા પાંચ લાખ આપવાનું આરોપી નંબર ૧નાએ જણાવ્યું હતું.

જે લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ના હોય ફરીયાદીએ એસીબીમા ફરીયાદ કરતા, જે આધારે આજરોજ ખેડા એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું, આરોપી નંબર 1નાએ ફરિયાદી સાથે વાતચીત કરી, આરોપી નંબર -૨ની મદદથી નાણાં રૂપિયા પાંચ લાખ સ્વીકારી બંને આરોપીઓ પકડાઈ ગયા હતા.
First published:

Tags: Arrested, Taking

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો