Home /News /gujarat /ખંભાત હિંસામાં ચોંકાવનારો ખુલાસો: રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો કરી હિંસા ફેલાવાનું ઘડાયું હતું કવાતરુ

ખંભાત હિંસામાં ચોંકાવનારો ખુલાસો: રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો કરી હિંસા ફેલાવાનું ઘડાયું હતું કવાતરુ

આ ષડયંત્રને પાર પાડવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા.

khambhat violence: ખંભાતના જ લોકો હોય તો તેમની ઓળખ થઇ શકે છે. તે માટે ખંભાતની બહારના લોકોને બોલાવવામાં આવ્યા હતા.

ખંભાત: રામનવમીના (Ram Navami 2022) દિવસે શોભાયાત્રા દરમિયાન હિંમતનગર અને ખંભાતમાં (Himmatnagar Khambhat violence) કોમી છમકલા થયા હતા. જેમાં ખંભાતમાં થયેલી હિંસા (Khambhat violence) અંગે ગુજરાત પોલીસે (Gujarat police) મોટા ખુલાસા કર્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, રામનવમીની શોભાયાત્રાની મંજૂરી મળ્યા બાદ જ આ હિંસા ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ હિંસામાં 3 મૌલવી અને અન્ય બે શખ્સોએ આ ષડયંત્ર ઘડ્યું હતુ. આ ષડયંત્રને પાર પાડવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા.

કાવતરા માટે બહારથી લોકો બોલાવવામાં આવ્યા હતા

ખંભાતમાં ફેલાયેલી હિંસા બાદ મુસ્તકીમ મૌલવી, મતીન-મોહસીન નામના ત્રણ મૌલવીઓની ઘરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેવ ભાઇઓ છે. આ સાથે 100થી વધુ લોકોના ટોળાં સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ આ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, આ લોકોએ રામનવમીના આગળના દિવસે એટલે કે, શનિવારે જ આ આખા ષડયંત્રને બનવવામાં આવ્યો હતો. આ કાવતરા માટે ખંભાતની બહારથી માણસો બોલાવવામાં આવ્યા હતા. કારણ કે, ખંભાતના જ લોકો હોય તો તેમની ઓળખ થઇ શકે છે. તે માટે ખંભાતની બહારના લોકોને બોલાવવામાં આવ્યા હતા. જોકે, આ એક બાદ એક આ લોકોની ઓળખ થઇ રહી છે. આ લોકો પર વૈમન્સ્ય ફેલાવવાનો, હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો લગાવવામં આવ્યો છે. આ કવતરામાં કોણ લોકોને બહારથી લાવવામાં આવ્યા હતા અને તેમને કયા કામ સોંપ્યા હતા તે પોલીસ તપાસમાં સામે આવી ગયું છે.

રુપિયા ક્યાંથી આવ્યા તે જાણવું મહત્ત્વનું

આ મામલામાં આ કાવતરાને અંજામ આપવા માટે પહેલાથી જ પથ્થરો ભેગા કરવામાં આવ્યા હતા. ખંભાતમાં પહેલા પથ્થરમારો અને પછી આગચંપીનો બનાવ બન્યો હતો. આ કેસમાં આ લોકોને કોણ રૂપિયાની મદદ કરતું હતું તે અંગેની પણ મૌલવીઓ પાસેથી પૂછપરછ કરવામાં આવી રહી છે. આવા કાવતરાને અંજામ આપવા માટે રૂપિયા ક્યાંથી, કઇ રીતે અને કોણે આપ્યા એ જાણવું પણ ઘણું જ અગત્યનું છે.



આ પણ વાંચો - રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 'શરમ' નેવે મૂકી? આખરે મહેશ આસોદરીયા સહિતના બુકીઓની શોધખોળ કરી શરુ

હિંમતનગર-ખંભાતની ઘટના અંગે ઉચ્ચસ્તરીય બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હિંમતનગર અને ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી ઘટનાઓની સમીક્ષા માટે ગૃહવિભાગની ઉચ્ચસ્તરીય બેઠક ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજી હતી. મુખ્યમંત્રીએ પોલીસ અને ગૃહ વિભાગને જણાવ્યું કે, ગુજરાત શાંત, સલામત સુરક્ષિત અને વિકસીત રાજ્ય તરીકે દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય છે, તેને જાળવી રાખવા પોલીસ તંત્ર સમાજ જીવનની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડકાઇથી પેશ આવે. તો હિંસા મુદ્દે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં 11 આરોપીને હિંમતનગર કોર્ટમાં પોલીસે રજૂ કર્યા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડની માગ કરી હતી પરંતુ 3 દિવસના રિમાન્ડ જ મળ્યા હતા.

એ દિવસે શું થયુ હતુ?

રામનવમીના દિવસે ખંભાત શહેરના શક્કરપુર વિસ્તારમાં બપોરે નીકળેલી શોભાયાત્રા દરમ્યાન કેટલાક અસામાજીક તત્વો દ્વારા છમકલું કરવામાં આવ્યું હતું. જે બાદ બંને કોમના ટોળા આમને-સામને આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં એક આધેડ કનૈયા રાણાનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરુણ મોત પણ નિપજ્યું હતું. આ બનાવ અંગે દિનેશચંદ્ર ઉર્ફે બલુન મણિલાલ પટેલે ખંભાત શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 100 જેટલા માણસોના ટોળાં સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ ખંભાતના રજ્જાકભાઈ અયુબભાઈ મલેકે પણ ખંભાત પોલીસ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હિંદુઓના અગ્રણીઓ સહિત અન્ય હજાર જેટલા માણસોના ટોળાં વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો- હિંમતનગરમાં ફરી હિંસા ભડકી: ભયનો માહોલ વચ્ચે લોકોએ સામાન સાથે શરૂ કરી હિજરતની તૈયારી

આ કેસમાં કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. આ સમગ્ર ઘટના વચ્ચે રવિવારના રોજ રામનવમી પર્વ હોઈ ગુપ્તચર એજન્સી દ્વારા આણંદ જિલ્લાના ખંભાતમાં કોમી છમકલા થવાની શક્યતા વચ્ચે એલર્ટ અપાયું હતું.

જય શ્રી રામના નારા સાથે મૃતકની અંતિમયાત્રા નિકળી

શોભાયાત્રા દરમ્યાન પથ્થરમારો થતા ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. અહીં પથ્થરમારો કરતા ખંભાતના કનૈયાલાલ રાણાને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું કરૂણ મોત નિપજ્યું હતું. પોસ્ટમોર્ટમ કર્યા બાદ બીજા દિવસે આધેડનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. જે બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હજારો લોકો જોડાયા હતા. સ્માશાન યાત્રામાં જય શ્રીરામના નારા લાગ્યા હતા.
First published:

Tags: Khambhat, ગુજરાત, પથ્થરમારો

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો