
અમદાવાદઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગઇકાલથી ગુજરાતના પ્રવાસે છે. આજે બપોરે તેઓ મહેસાણા, ઊંઝા સહિતના સ્થળેઓ પાટીદાર આંદોલન દરમિયાન શહીદોના પરિવારને મળી તેમજ ઉઝામાં ઉમિયા માતાના દર્શન કરી અમદાવાદ પરત ફર્યા હતા. અને બપોર બાદ ઘાટલોડિયામાં સ્વ. નિમેષ પટેલના પરિવાર સાથે મુલાકાત કરી હતી. નિમેષ પાટીદાર આંદોલન દરમિયાન શહીદ થયો હતો. ઘાટલોડિયામાં કેજરીવાલનો વિરોધ પણ કરાયો હતો અને કાળા વાવટા બતાવાયા હતા. વસ્ત્રાલ ખાતે મૃતક સિદ્ધાર્થના પરિવારજનોને પણ કેજરીવાલ મળવા પહોચ્યા હતા.