કાશ્મીરમાં પહેલી વાર આતંકી કેમ્પમાંથી મળી આવ્યા ચીની ઝંડા
કાશ્મીરમાં પહેલી વાર આતંકી કેમ્પમાંથી મળી આવ્યા ચીની ઝંડા
#જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા બળોએ બારામૂલામાં આતંકવાદીઓના શંકાસ્પદ સ્થળોએ છાપામારી દરમિયાન ચીની ધ્વજ અને આપત્તિજનક સામગ્રી મળી આવી છે. આવું પહેલીવાર થયું છે કે કાશ્મીરમાં ચીની ઝંડા મળી આવ્યા છે. આ ઉપરાંત સુરક્ષા બળોએ આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 44 જેટલા લોકોની અટકાયત કરી છે.

જમ્મુ #જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા બળોએ બારામૂલામાં આતંકવાદીઓના શંકાસ્પદ સ્થળોએ છાપામારી દરમિયાન ચીની ધ્વજ અને આપત્તિજનક સામગ્રી મળી આવી છે. આવું પહેલીવાર થયું છે કે કાશ્મીરમાં ચીની ઝંડા મળી આવ્યા છે. આ ઉપરાંત સુરક્ષા બળોએ આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 44 જેટલા લોકોની અટકાયત કરી છે.
સેના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, બારામૂલાના જુના કસ્બામાં વ્યાપક અભિયાન દરમિયાન 17 ઓક્ટોબરે 12 કલાકમાં 700થી વધુ મકાનોમાં સર્ચ ઓપરેશન કરાયું હતું. જે દરમિયાન આતંકવાદથી જોડાયેલા શંકાસ્પદ 44 જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, આ દરમિયાન આતંકવાદીઓએ કેટલાય કેમ્પોનો પર્દાફાશ પણ કર્યો છે. ઓપરેશન દરમિયાન ચીની ઝંડા અને પાકિસ્તાની ઝંડા, પાકિસ્તાની સંગઠનોના લેટર પેડ, રાષ્ટ્રવિરોધી પ્રચાર પ્રસાર સામગ્રી સહિતની ચીજ વસ્તુઓ જપ્ત કરી છે.
અહીં નોંધનિય છે કે, બુરહાન વાની એન્કાઉન્ટરમાં ઠાર કરાયા બાદ કાશ્મીરમાં અશાંત સ્થિતિ ફેલાઇ છે. પથ્થરબાજી અને છાશવારે કરફ્યૂ જેવી સ્થિતિ વચ્ચે ઘાટી વિસ્તારમાં જનજીવન અસરગ્રસ્ત છે. આ દરિમાયન હિજબુલ મુજાહિદ્દીને વાની બાદ એની જગ્યાએ નવા આકાની નિમણુંક કરી છે અને ઉપદ્રવ વધારવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. .
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર