Home /News /gujarat /ગુજરાતમાં કપ્પા અને ડેલ્ટા વાયરસનો ખતરો વધ્યો? જાણો શું કહે છે રિપોર્ટ

ગુજરાતમાં કપ્પા અને ડેલ્ટા વાયરસનો ખતરો વધ્યો? જાણો શું કહે છે રિપોર્ટ

બી. જે. મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના હેડ ડોકટર કનુ પટેલ

કોરોના કેસ વધી રહ્યા છે. દિવાળી બાદના 15 દિવસ મહત્વના: ડૉ. કનુ પટેલ

અમદાવાદ: કોરોનાની મહામારીની (corona pandemic in Gujarat) ત્રીજી લહેરની આશંકા વચ્ચે કપ્પા (Kappa virus) અને ડેલ્ટા વાયરસ (Delta virus) અંગે મોટો ખુલાસો થયો છે. કોરોના મહામારીમાં બી. જે. મેડિકલ દ્વારા લાખો સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને વાયરસ પર વધુ અભ્યાસ કરવા માટે કેટલાક સેમ્પલ પુનાની લેબમાં મોકલવામાં આવ્યા હતા. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લેવામાં આવેલા કોરોના સેમ્પલ પૂનાની લેબમા મોકલવામાં આવ્યા હતા. જોકે સેમ્પલના રિપોર્ટ આવી ગયો છે. જેમા ખુલાસો થયો છે કે, ડેલ્ટા અને કપ્પા વાયરસ જોવા મળ્યા છે જ્યારે ઓક્ટોબર માસમાં લેવામાં આવેલા સેમ્પલના પરિણામની રાહ જોવાઇ રહી છે. જોકે તબીબોનું માનવું છે કે, વાયરસ ઘાતકતા વધી શકે છે જેથી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

ઓક્ટોબરના રિપોર્ટની જોવાઇ રહી છે રાહ

બી. જે. મેડિકલ કોલેજ દ્વારા ઓગસ્ટ મહિનામાં ટોટલ બે સેમ્પલ પુના લેબ  ખાતે મોકલાવવામાં આવ્યા હતા. જેમાંથી એકમાં ડેલ્ટા જ્યારે બીજામાં કપ્પા વાયરસ જોવા મળ્યો છે. જ્યારે સપ્ટેમ્બર માસમાં એક સેમ્પલ પુના મોકલવામાં આવ્યું હતું જેમાં ડેલ્ટા વાયરસ જોવા મળ્યો છે. ઓક્ટોમ્બર માસમાં 7 સેમ્પલ પુના ખાતે મોકલાવવામાં આવ્યા છે. ઑક્ટોબર મહિનામાં મોકલવામાં આવેલા 7 સેમ્પલનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. જે કેસમાં વાયરસનો લોડ વધુ હોય છે તેવા સેમ્પલ પુના ખાતે મોકલાવવામાં આવે છે. ઑગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પોઝિટિવ કેસની સંખ્યા ઓછી હતી જેના કારણે ઓછા સેમ્પલ મોકલાવવામાં આવ્યા હતાં. જો વાયરસ વધુ ફેલાય અને પોઝિટિવ કેસ વધુ આવે તો વધારે સેમ્પલ મોકલવામાં આવશે.

આ પણ વાંચો - EXCLUSIVE: બોલિવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત અમદાવાદમાં, આ વિસ્તારમાં ચાલી રહ્યું છે શૂટિંગ

'દિવાળી બાદ 15 દિવસ ખૂબ મહત્વના છે'

અમદાવાદ બી. જે. મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના હેડ ડોકટર કનુ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સેમ્પલ પુનાની લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં કપ્પા અને ડેલ્ટા વાયરસ હોવાનો ખુલાસો થયો છે. ઓક્ટોબર મહિનામાં સેમ્પલ મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટની રાહ જોવાય રહી છે અને ફરી કેસ વધી રહ્યા છે. ત્યારે નવેમ્બર મહિના આવેલા પોઝિટિવ કેસના સેમ્પલ પુના મોકલવામાં આવશે.
" isDesktop="true" id="1151504" >

દિવાળી બાદ કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે દિવાળી બાદ 15 દિવસ ખૂબ મહત્વના છે. લોકોએ વેકસીન બાકી હોય તો લઈ લેવી  જોઈએ. વેક્સીનના કારણે વાયરસની ઘાતકતા ઘટી છે અને વાયરસ ફેલાવવાની ક્ષમતા ઘટી છે. હાલ કોરોનાની ગાઈડલાઈન પાલન કરવું જોઈએ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Corona Cases in Gujarat, COVID-19, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો