અમદાવાદ: કપિલ શર્માની ફિલ્મ ફિરંગી 1 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં તેની ગર્લફ્રેન્ડ બનેલી ઇશિતા દત્તે હાલમાં જ તેનાં કરતાં ઉંમરમાં 10 વર્ષ મોટા વત્સલ શેઠ સાથે લગ્ન કરી લીધા છે.
આ લગ્નમાં કપિલ શર્માની ગેરહાજરી પર પણ સવાલ થયા. ત્યારે જ્યારે કપિલને News18 દ્વારા પુછવામાં આવ્યું કે તેઓ કેમ ઇશિતાનાં લગ્નમાં નહોતા ગયા ત્યારે તેણે કહ્યું કે, પહેલાં અમારી ફિલ્મ 24 નવેમ્બરનાં રોજ રિલીઝ થવાની હતી. તેથી ઇશિતાએ તેનાં લગ્ન ફિલ્મની રીલીઝનાં ચાર દિવસ બાદ પ્લાન કર્યા હતાં. પણ અમારી ફિલ્મની રિલીઝ ડેટ પાછળ ઠેલાઇ અને હવે તે 1 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થઇ રહી છે. તો તેણીનાં લગ્નની તારીખ તો ચેન્જ કરી શકાય નહીં. હું પોતે પ્રમોશનમાં બીઝી હોવાથી તેનાં લગ્નમાં હાજરી આપી શક્યો નહીં.
-
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Kapil Sharma, Marriage, અમદાવાદ, ગુજરાત