અમદાવાદ: કપિલ શર્મા તેની અપકમિંગ ફિલ્મ ફિરંગીનાં પ્રમોશન માટે અમદાવાદનો મહેમાન બન્યો હતો. અહીં તેણે ફિલ્મ વિશે દિલ ખોલીને વાત કરી હતી. તેમની ફિલ્મ 1 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં તે એક એવા વ્યક્તિનો રોલ અદા કરી રહ્યો છે કોઇપણ વ્યક્તિને લાત મારીને તેનાં કમરનો દુખાવો દૂર કરી શકે છે.
ઉત્તર ભારતમાં એવી માન્યતા છે કે જે બાળક ઉંધે માથે જન્મ્યો હોય તેનાંમાં એવી શક્તિ હોય છે કે તે કોઇને પણ લાત મારીને તેની કમરનો દુખાવો ઠિક કરી શકે છે. એમ પણ પહેલાનાં જમાનામાં આવા ટોડકા ઘણાં વપરાતા હતા. ત્યારે ફિલ્મમાં તેનો રોલ અને તેની આ અદભૂત શક્તિ વિશે કપિલ વાત કરે છે.
એટલું જ નહીં દિપીકાની ફિલ્મ પદ્માવતિ વિશે પણ કપિલે વાત કરી હતી. કપિલે કહ્યું કે, હું આશા રાખુ કે આ ફિલ્મ જલદી જ રિલીઝ થાય અને તેને દર્શકો પણ વધાવે.
આ ઉપરાંત ગુજરાતની જનતાને મત કરવાની અપિલ પણ કપિલ શર્માએ કરી છે. કપિલનું કહેવું છે કે, ગુજરાતની જનતા ઘણી જ સમજદાર છે. અહીંથી તેમણે દેશને પ્રધાનમંત્રી આપ્યા છે. તેથી તેમને કંઇજ કહેવાની જરૂર નથી. છતાં કહેવા માંગીશ કે તમારા વિસ્તારનાં લાયક વ્યક્તિને મત આપજો. અને આપનાં કિમતી મતનું મહત્વ અવશ્ય સમજજો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat Visit, Kapil Sharma, Movie, અમદાવાદ