Home /News /gujarat /કન્હૈયાને આજે પણ ન મળ્યા જામીન, પોલીસે ફરીથી માંગ્યા રિમાન્ડ
કન્હૈયાને આજે પણ ન મળ્યા જામીન, પોલીસે ફરીથી માંગ્યા રિમાન્ડ
#જેએનયૂ કેમ્પસમાં દેશ વિરોધી સુત્રોચ્ચાર કરવાના આરોપી વિદ્યાર્થી નેતા કન્હૈયાકુમારની જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટમાં આજે પણ સુનાવણી ટળી હતી. હવે 29મી ફેબ્રુઆરીએ સુનાવણી થશે. કન્હૈયાની 12મી ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.

નવી દિલ્હી #જેએનયૂ કેમ્પસમાં દેશ વિરોધી સુત્રોચ્ચાર કરવાના આરોપી વિદ્યાર્થી નેતા કન્હૈયાકુમારની જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટમાં આજે પણ સુનાવણી ટળી હતી. હવે 29મી ફેબ્રુઆરીએ સુનાવણી થશે. કન્હૈયાની 12મી ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.
આજે સુનાવણી અંદાજે 25 મિનિટ સુધી ચાલી હતી. જેમાં દિલ્હી પોલીસે સ્ટેટસ રિપોર્ટ રજુ કર્યો હતો. જોકે એને કોર્ટમાં વંચાણમાં લેવાયો ન હતો. દિલ્હી પોલીસે કહ્યું કે, કન્હૈયાનો ફરીથી રિમાન્ડ જરૂરી છે કે જેથી ઉમર ખાલિદની સામે બેસાડીને બંનેની પુછપરછ કરી શકાય. દિલ્હી પોલીસે કહ્યું કે, આ કેસમાં વધુ બે શખ્સો ઉમર ખાલિદ અને આનિર્બાન ભટ્ટાચાર્યની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમની પુછપરછમાં કન્હૈયાનો સહયોગ જરૂરી છે.