Home /News /gujarat /કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં હિસાબની બેઠક બની તોફાની, માર માર્યાનો આક્ષેપ

કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં હિસાબની બેઠક બની તોફાની, માર માર્યાનો આક્ષેપ

કાલુપુર સ્વામીનારાયણ મંદિરની ફાઇલ તસવીર

કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે હિસાબ માટે બેઠક મળી હતી. આ બેઠકમાં કરોડો રૂપિયાના ગોટાળા થયાનો વોંધો ઉઠાવીને બેઠકામાં હાજર ટ્રસ્ટીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

  ન્યૂઝ18 ગુજરાતીઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે હિસાબ માટે બેઠક મળી હતી. આ બેઠકમાં કરોડો રૂપિયાના ગોટાળા થયાનો વોંધો ઉઠાવીને બેઠકામાં હાજર ટ્રસ્ટીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આમ રવિવારે મળેલી હિસાબ માટેની બેઠક તોફાની બની હતી. એટલું જ નહીં મંદિરના મહારાજ કૌશ્લેન્દ્ર પ્રસાદ તેજેન્દ્ર પ્રસાદ પાંડ તથા મનીષ કારભારીએ બહારથી ભાડુતી માણસો બોલાવીને ટ્રસ્ટીને માર મરાવ્યો હતો. જેના પગલે તે બેભાન થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કરાઇ રહ્યો છે.

  મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ગુલાબપુરા ગામમાં રહેતા અને સહજાનંદ ડેરી ફાર્મના નામે વ્યવસાય કરતા તેમજ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ટ્રસ્ટી તરીકે સેવા આપતા ગાંડાભાઇ નારાયણભાઇ પટેલે કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે રવિવારે સવારે 9 વાગે મિટીંગમાં હાજરી આપવા આવ્યા હતા. મિટીંગમાં તેઓ અને મંદિરના મહારાજ શ્રી કૌશ્લેન્દ્ર પ્રસાદ તેજેન્દ્ર પ્રસાદ પાંડે તથા કારભારી મનીષભાઇ અને ચૌહાણભાઇ, ચિમનભાઇ તથા દિનેશભાઇ, જીવણભાઇ તેમજ હરજીવનભાઇ બ્રહ્મચારી છપૈયા મંદિર તથા મહારાજ કૌશ્વલેન્દ્ર પ્રસાદના પી.એ હાજર હતા.

  આ પણ વાંચોઃ-શહીદોને શ્રદ્ધાંજલિ: સમૂહ લગ્નમાં બેન્ડવાજાની જગ્યા પ્લે કાર્ડ સાથે રેલી કાઢી

  મિટીંગ શરૃ થતાં હિસાબ અંગે ચર્ચા ચાલી હતી જેથી હિસાબમાં ગોટાળા લાગતા ટ્રસ્ટી ગાંડાભાઇ પટેલે વાંધો ઉઠાવ્યો હતો. જેને લઇને મિટીંગમા ઉગ્ર બોલાચાલી થતાં બેઠક તોફાની બની હતી. આ સમયે કૌશ્લેન્દ્ર પ્રસાદ મહારાજ અને મનીષ કારભારી તથા ચિમનભાઇએ અંદરો અંદર વાટાઘાટો કરીને બહારથી છ ભાડુતી માણસો બોલાવ્યા હતા. આ માણસોએ આવીને ટ્રસ્ટીને લાતો-ફેંટોથી શરીરે ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા એટલું જ નહી ટિંગાટોળી કરીને બહાર લઇ ગયા હતા ત્યારબાદ બહાર પણ માર્યા હતા.

   આ પણ વાંચોઃ-ભાનુશાળી હત્યા કેસ : છબીલ પટેલે 30 લાખમાં આપી હતી સોપારી

  ટ્રસ્ટીને ઢોર મારતાં તેઓ અર્ધ બેભાન હાલતમાં કોઠાર આગળ નીચે પડી ગયા હતા. જેથી સોમાભાઇ પટેલએ એમ્બ્યલન્સ બોલાવીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. આ બનાવમાં ટ્રસ્ટીના સગાના જણાવ્યા મુજબ સ્વામિનારાયણ મંદિરના હિસાબમાં અંદાજિત 500થી 700 કરોડનો ગોટાળો અંગે વાંધો ઉઠાવતાં આ ઘટના બની હતી. આ બનાવ અંગે કાલુપુર પોલીસે ફરિયાદીના આક્ષેપો અંગે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Kalupur Swaminarayan Temple, Meeting, અમદાવાદ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन