ધર્મ સંસ્થાઓ અને શિક્ષણ સંસ્થાઓ તો પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આજકાલ શિક્ષણ સંસ્થા હોય કે ધર્મ સ્થાન દરેક જગ્યા પરથી ગુનાહિત પ્રવૃત્તિના સમાચાર ક્યાંકને ક્યાંક સામે આવતા હોય છે. આજે પણ એક પ્રખ્યાત ધર્મ સંસ્થા માટે શર્મજનક ઘટના સામે આવી છે. અમદાવાદના પ્રખ્યાત કાલુપુર સ્વામી નારાયણ મંદિરના સ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કાલુપુર સ્વામી નારાયણ મંદિરના સ્વામી વિરુદ્ધ એક 24 વર્ષના યુવકે ફરિયાદ નોંધાવી છે. કાલુપુર મંદિરના વિશ્વેસ્વરૂપ સ્વામી વિરુદ્ધ આ પરિયાદ નોંધાઈ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સંસ્થામાં રહેતા એક 24 વર્ષીય યુવકે કાલુપુર સ્વામી નારાયણ મંદિરના સ્વામી વિશ્વેસ્વરૂપ વિરુદ્ધ માર માર્યાની અને સૃષ્ટી વિરુદ્ધ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. યુવકે ફરિયાદમાં જણાવ્યું છે કે, મે ગાડી સાફ કરવાની મનાઈ કરતા મને વિશ્વેસ્વરૂપ સ્વામી દ્વારા ઢોર માર મારવામાં આવ્યો અને ત્યારબાદ મને રૂમમાં લઈ જઈ મારી સાથે શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
આ મુદ્દે પોલીસે સ્વામી વિશ્વેસ્વરૂપ વિરુદ્ધ ફરિયાદ નોંધી લીધી છે. પોલીસે હવે કાલુપુર સ્વામી નારાયણ મંદિર પહોંચી આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા જ ધોરાજીના ફરેણી ગામમાં સ્વામી નારાયણ વિદ્યાપીઠ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે એક સ્વામી દ્વારા વિદ્યાર્થીને લાકડી અને ઝાપટોથી ઢોર માર મારવાનું સામે આવ્યું છે. ધોરણ 9માં અભ્યાસ કરતા યશ ઠુમર નામના વિદ્યાર્થીને સ્વામીએ ઢોર માર માર્યો, જેમાં વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થતા, તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવો પડ્યો હતો. એટલું જ નહી, વાલીએ સ્વામીને આ મુદ્દે ફરિયાદ કરતા સ્વામીએ એલસીમાં લાલ લીટી મારી દઈ જિંદગી બરબાદ કરી દેવાની ધમકી પણ આપી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર