સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એકે સીકરીએ રવિવારે એક કાર્યક્રમમાં લો સ્ટુડન્ટ્સને સંબોધિત કરતાં કહ્યું કે લોકતંત્રના મૂલ્ય દાવ પર લાગ્યા છે. એવામાં કાયદો અને બંધારણને કાયમ રાખવા તથા લોકતંત્રને બચાવવાની જરૂર છે. આ કાર્યક્રમમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ પણ ઉપસ્થિત હતા.
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના કોન્વોકેશનમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા જસ્ટિસ સીકરીએ કહ્યું કે, આજે આપણે એક અલગ જ પ્રકારના પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છીએ. સમગ્ર દુનિયાને જુઓ, 2500 વર્ષ પહેલા ગ્રીસે સમગ્ર દુનિયાને લોકતંત્રના જે મૂલ્ય આપ્યા તે આજે દાવ પર લાગ્યા છે.
ગ્રેજ્યુએટ થઈ રહેલા સ્ટુડન્ટ્સને સંબોધિત કરતાં જસ્ટિસ સીકરીએ કહ્યું કે, આ પ્રોફેશન વિશે એક વસ્તુ સારી છે કે તેમાં તમે પોતાના નૈતિક મૂલ્યોની સાથે ચાલતા પણ ઘણા સારા પૈસા બનાવી શકો છો. જ્યારે કેટલાક અન્ય પ્રોફેશન્સમાં પૈસા માટે પોતાના મૂલ્યોની સાથે સમજૂતી કરવી પડે છે.
આ કાર્યક્રમમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ પણ સામેલ થયા હતા. તેઓએ કહ્યું કે લેંગિક સમાનતા માટેની લડાઈમાં પુરુષોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેઓએ લેંગિક ભૂમિકાઓને લઈને બનેલી ધારણાઓને તોડવા ઉપર પણ ભાર મૂક્યો.
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે મહિલાઓની સાથે થનારી હિંસા અને ભેદભાવની સમસ્યાઓ તેમના અધિકારો અને મુદ્દાઓ પર લોકોની સંવેદનહીનતા વધુ વધી જાય છે. તેઓએ કહ્યું કે, લેંગિક સમાનતા માટે લડાઈ એકલી મહિલાઓ ન લડી શકે. તેના માટે પુરુષોને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવી પડશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર