જૂનાગઢમાં થેલેસેમિયા પીડિત બાળકોને એઈડ્ઝ ગ્રસ્ત લોહી ચડાવવાનો મામલો, કોર્ટે CBIને આપ્યો વધુ સમય
જૂનાગઢમાં થેલેસેમિયા પીડિત બાળકોને એઈડ્ઝ ગ્રસ્ત લોહી ચડાવવાનો મામલો, કોર્ટે CBIને આપ્યો વધુ સમય
થોડા વર્ષો પહેલા જૂનાગઢમાં થેલેસેમિયા પિડીત બાળકોને એઈડ્ઝગ્રસ્ત લોહી ચડાવવાના કેસમાં સીબીઆઈ કોર્ટે સીબીઆઈને તપાસ માટે વધુ 30 દિવસનો સમય આપ્યો છે. આ કેસની વધુ સુનાવણી 16 એપ્રિલે હાથ ધરાશે.
થોડા વર્ષો પહેલા જૂનાગઢમાં થેલેસેમિયા પિડીત બાળકોને એઈડ્ઝગ્રસ્ત લોહી ચડાવવાના કેસમાં સીબીઆઈ કોર્ટે સીબીઆઈને તપાસ માટે વધુ 30 દિવસનો સમય આપ્યો છે. આ કેસની વધુ સુનાવણી 16 એપ્રિલે હાથ ધરાશે.
અમદાવાદ# થોડા વર્ષો પહેલા જૂનાગઢમાં થેલેસેમિયા પિડીત બાળકોને એઈડ્ઝગ્રસ્ત લોહી ચડાવવાના કેસમાં સીબીઆઈ કોર્ટે સીબીઆઈને તપાસ માટે વધુ 30 દિવસનો સમય આપ્યો છે. આ કેસની વધુ સુનાવણી 16 એપ્રિલે હાથ ધરાશે.
સુનાવણી દરમિયાન, સીબીઆઈએ વધુ તપાસ માટે વધુ 60 દિવસનો સમય માગ્યો હતો. સીબીઆઈની રજૂઆત હતી કે, આ કેસમાં રક્ત દાતાઓના મોબાઈલ નંબર મળતા ન હોવાથી તપાસ આગળ વધી શકી નથી. બીજી તરફ, સીબીઆઈ કોર્ટમાં સીબીઆઈની આ માગ સામે અરજદારના વકીલ પરેશભાઈ વાઘેલાએ વાંધો ઉઠાવ્યો હતો.
અરજદારના વકીલની રજૂઆત હતી કે, સીબીઆઈ જાણી જોઈને તપાસમાં ઢીલાશ રાખી રહી છે અને સમય પસાર કરી રહી છે. મહત્વનું છે કે, ભૂતકાળમાં સીબીઆઈ કોર્ટે આ કેસમાં વધુ તપાસના આદેશ કરેલા છે. જે અંતર્ગત સીબીઆઈ આ કેસમાં વધુ તપાસ માટે બે વખત સમય મેળવી ચૂક્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર