નવી દિલ્હી# દેશદ્રોહનો આરોપી JNU વિદ્યાર્થી ઉમર ખાલિદે કાશ્મીરમાં ઠાર કરાયેલ આતંકી બુરહાન વાનીને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઉમર ખાલિદે વાનીની તુલના માર્ક્સવાદી ક્રાંતિકારી ચે ગ્વેરા સાથે કરી છે. ખાલિદે પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખ્યું છે કે, 'ચે ગ્વેરાએ કહ્યું હતું કે, જો હું મરી જઉ અને કોઇ અન્ય મારી બંદૂક ઉઠાવીને ગોળીઓ ચલાવતો રહે તો મને કોઇ ફરક પડતો નથી, પરંતુ આવાજ શબ્દ બુરહાન વાની ના પણ રહ્યાં હશે.'
ખાલિદે વધુમાં લખ્યું કે, 'બુરહાનને મોતથી ડર ન હતો. તે પ્રતિબંધોમાં જીવાતી જિંદગીથી ડરતો હતો. તેણે તેનો વિરોધ કર્યો. તેણે એક આઝાદ શખ્સના રૂપમાં જિંદગી જીવી અને આઝાદ થઇને જ મૃત્યું પામ્યો. ભારત! તમે તેવા લોકોને કેવી રીતે હરાવશો, જેઓએ પોતાના ડરને હરાવી દીધો છે?' JNU વિદ્યાર્થી નેતાએ કહ્યું- 'રેસ્ટ ઇન પાવર બુહરાન! કાશ્મીર ના લોકો સાથે સંપૂર્ણ સહાનુભૂતિ.'
ઉમરે જે ચે ગ્વેરા સાથે વાનીની તુલના કરી છે, તે અર્જેંટીના ના માર્ક્સવાદી ક્રાંતિકારી હતા અને ક્યૂબાની ક્રાંતિમાં તેઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના મૃત્ય બાદથી તેમનો ચહેરો દુનિયાભરમાં સાંસ્કૃતિક વિરોધ અને વામપંથી ગતિવિધિયોનું પ્રતીક બન્યું હતુ. 1959માં ચે ગ્વેરા ક્યૂબાની ફિદેલ કાસ્ત્રો સરકારના મંત્રીના રૂપમાં ભારતના પ્રવાસે આવ્યા હતા. ભારતથી ગયા બાદ તેઓએ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના વખાણ કર્યા હતા.
એક અન્ય પોસ્ટમાં ઉમર ખાલિદે ઝાટકણી કાઢતા લખ્યું છે કે, 'માત્ર બુરહાન વાનીનું જ કેમ, હું મોતોની, બળાત્કારની, ટોર્ચરની, ગુમ થવાની, દરેક વાતની ઉજવણી કરીશ. હું સમીર રાહના મૃત્યુ અંગે પણ સ્પષ્ટતા આપીશ. તે 12 વર્ષનો યુવાન, જેને 2010માં માર મારીને મારી નાખવામાં આવ્યો હતો. આયશા અને નીલોફરને શોપિયોમાં ક્યારેય રેપ કરી મારવામાં આવ્યા ન હતા. તેઓ ખરેખર કેનાલમાં ડૂબી ગયા હતા.'
ખાલિદે લખ્યું કે, આજથી હું શાહમૃગ બની જઇશ, હું એક કાયર બની જઇશ, જેનાથી સત્તામાં કાબિઝ લોકોથી કાયરોને દબાવવા માટે ખૂબ પ્રશંસા મળી છે, પરંતુ રાષ્ટ્રવાદીઓથી મારો એક નાનો સવાલ છે, શું આવું કરવાથી કાશ્મીરની વાસ્તવિક્તા બદલાય જશે?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર