Home /News /gujarat /

કૌભાંડી રાજુએ ‘યુ કેન વિન’ વાંચીને પ્રેરણા મેળવી,મહત્વકાક્ષાએ પહોંચાડ્યો જેલ

અમદાવાદઃ વિવિધ ડ્રો સ્કીમના નામે રાજયભરમાં 200થી વધુ ઓફિસો ખોલીને કરોડો રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી આચરનારા રાજુ મેવાડા(ભરવાડ)ની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે.હજારો લોકો પાસેથી જય ખોડીયાર મિત્ર મંડળના નામે રાજુ મેવાડા તેમજ અન્ય સાથીદારોએ કરોડો રૂપિયા ઉઘરાવી ચાંઉ કરી ગયા છે. ત્યારે આ કૌભાંડના મુખ્ય સુત્રધાર રાજુએ જાણીતા લેખક શિવ ખૈરાનું પુસ્તક કેન યુ વિન વાંચીને કંઇક બનવાની પ્રેરણા મેળવી હતી. અને તેણે આઇસ્ક્રીમ પાર્લર પરની નોકરી છોડી ડ્રો સ્કીમ શરૂ કરી સફળ બન્યો હતો પરંતુ વધુ પડતી મહત્વકાક્ષાએ તેને જેલ હવાલે કરી દીધો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :

uken v

કૌભાંડી રાજુ નવા વાડજના ક્રિશ્ના આઈસ્ક્રીમ પાર્લર પર નોકરી કરતો હતો. તે સમયે જાણીતા લેખક શિવ ખૈરાનાં પુસ્તક ‘યુ કેન વિન’ની હિન્દી આવૃત્તિ વાંચવા માટે રાજુને તેના શેઠે આપી હતી. આ પુસ્તકની અત્યાર સુધીમાં દુનિયામાં 33 લાખ નકલો વેચાઈ ચૂકી છે . રાજુએ આ પુસ્તક વાંચ્યા બાદ પાર્લરની નોકરી છોડી કંઇક મોટા બનવાની તમન્ના સેવી હતી તેવું તેણે નિવેદનમાં જણાવ્યું હોવાનું સુત્રોનું કહેવું છે.

જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં સીઆઈડી ક્રાઈમ ખાતે રાજુ મેવાડા સહિતના શખસો સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી.રાજયવ્યાપી કૌભાંડની સીઆઈડી ક્રાઈમે તપાસ શરૂ કરી અમદાવાદમાં અને તે પછી રાજયભરમાં આવેલી ઓફિસો પર દરોડા પાડી મહત્વના દસ્તાવેજો-પૂરાવા કબ્જે લીધા હતા.રાજુ મેવાડાની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દેતા સીઆઈડી ક્રાઈમ માટે રાજુની ધરપકડનો માર્ગ મોકળ્યો થતા રાજુ મેવાડાની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં રજુ કરાતા રાજુના 10 દિવસના રીમાન્ડ મંજુર કરાયા છે.
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ઠગાઇ

આગામી સમાચાર