Home /News /gujarat /

'એક જ પરિવારની રાજનીતિ ખતમ, પાકિસ્તાન અને કોંગ્રેસ બંનેમાં માતમ'

'એક જ પરિવારની રાજનીતિ ખતમ, પાકિસ્તાન અને કોંગ્રેસ બંનેમાં માતમ'

જીતુ વાઘાણી

દેશમાંથી હવે જ્ઞાતી જાતીના વેરઝેરની રાજનીતિ પુરી થઈ ગઈ. વિપક્ષોએ પણ લોકમતને માન્ય ગણવો જોઈએ.

    ન્યૂઝ18 ગુજરાતી :  લોકસભા ચૂંટણી 2019ની આજે મતગણતરી ચાલી રહી છે. જેમાં આ સ્ટોરી લખાય છે ત્યાં સુધી એનડીએ 330ના આંકડાથી આગળ ચાલી રહી છે, ત્યારે ફરી મોદી સરકાર સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે તેવું અત્યાર સુધીના આંકડા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.

    બીજેપી જીત તરફ આગળ વધી રહી છે ત્યારે જીતુ વાઘાણીએ પોતાનું મંતવ્ય જણાવતા કહ્યું કે, રાજ્યમાં 26માંથી 26 બેઠક પર ભાજપની જીત થશે. રાજ્યમાં સૌથી વધારે લીડથી અમિત શાહ આગળ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને નવી દીશા આપી છે. બીજી ભાજપની સરકાર નથી બની રહી તેવી વાતો ભૂતકાળ બની જશે, હું દેશની જનતાને અભિનંદન આપુ છું.

    તેમણે ઉમેર્યું કે, હવે સકારાત્મક રાજકારણની શરૂઆત થઈ ગઈ છે. સોનાના કિરણો અનુભવાયા છે. અમિતભાઈના નેતૃત્વને સ્વિકૃતિ મળી છે. લોકો નવા ભારત તરફ જઈ રહ્યા છે.

    જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર ચાબખા લેતા કહ્યું કે, ગાંધી પરિવાર અને એક પક્ષની રાજનીતિ પુરી થઈ ગઈ છે. આ જીત ભારત દેશ, ગુજરાતના લોકોની અમિતભાઈ અને નરેન્દ્ર મોદીની છે. અમે વિનમ્રતાથી જીતની ઉજવણી કરીશું. દેશમાંથી હવે જ્ઞાતી જાતીના વેરઝેરની રાજનીતિ પુરી થઈ ગઈ. વિપક્ષોએ પણ લોકમતને માન્ય ગણવો જોઈએ. જોકે, પાકિસ્તાન અને કોંગ્રેસ બંને જુદા નથી, આ પરિણામ બાદ બંનેના ત્યાં માતમ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Statement, જીતુ વાઘાણી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन