માની ગયા નારાજ ધારાસભ્ય કેતન ઇનામદાર, રાજીનામું પરત ખેંચશે

News18 Gujarati
Updated: January 23, 2020, 10:29 PM IST
માની ગયા નારાજ ધારાસભ્ય કેતન ઇનામદાર, રાજીનામું પરત ખેંચશે
જીતુ વાઘાણીએ કહ્યું - કેતન ઇનામદાર રાજીનામું પરત ખેંચશે

સાવલી વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવા આખરે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સફળ રહ્યા

  • Share this:
વડોદરા : સાવલી વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવા આખરે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સફળ રહ્યા છે. જીતુ વાઘાણી અને કેતન ઇનામદાર વચ્ચે બે કલાક બેઠક ચાલી હતી. બેઠક પછી પ્રેસ કોન્ફરન્સ કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે અધ્યક્ષને મેઈલ કરેલું રાજીનામું તે પાછું ખેચશે.

પ્રેસ કોન્ફરન્સમાં જીતુ વાઘાણીએ કહ્યું હતું કે આ મુદ્દે કેતનભાઈ સાથે બધી વાતચીત થઈ ગઈ છે.  કેતનભાઇની માંગણી સ્વાભાવિક અને જનતાના હિતમાં છે. તેમની લાગણી ઝડપથી પુર્ણ થાય તેવા પ્રયાસો કરીશુ. કેતન ઇનામદાર સાથે MDનુ વર્તન યોગ્ય નથી. MD આવુ વર્તન ન કરવા સુચના આપી છે. સાવલી નગર પાલિકાના પ્રાથમિક કામો ત્વરિત ધ્યાને લેવાશે. તે રાજીનામું પરત ખેંચશે.

આ પણ વાંચો - નારાજ ધારાસભ્ય કેતન ઇનામદારે કહ્યું - આ રાજીનામું નાટક કે પદ માટે નથી

આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદારે કહ્યું હતું કે આત્માના અવાજના સાંભળીને મેઈલ દ્વારા રાજીનામું આપ્યું હતું. મારા ડ્રીમ પ્રોજેક્ટ ડીલે થઈ રહ્યા હતા. વારંવાર રજૂઆત છતા નક્કર પરિણામ નહોતું આવતું. ઘણા સમયથી લાગણી દબાઇ રહી હતી. નગરપાલિકાના વિકાસ કામો અટક્યા હતા એટલે મેં રાજીનામું આપ્યું હતું. સ્ટ્રીટ લાઇટને લઇને રજૂઆત બાદ મને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. કેતન ઇનામદારે કહ્યું કે, ત્યારે મને ખાતરી આપી છે કે વહેલી તકે તમારા ડ્રિમ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કેતન ઈનામદારે બુધવારે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. ધારાસભ્ય તરીકે અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં પોતાના મતવિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતું હોવાનો હવાલો આપી ઈનામદારે વિધાનસભા અઘ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ઈ-મેલથી રાજીનામું સોંપ્યું હતું.
First published: January 23, 2020
વધુ વાંચો
अगली ख़बर