Home /News /gujarat /સામ પિત્રોડા પર જીતુ વાઘાણીનો પ્રહાર, 'તમને શરમ આવવી જોઇએ'

સામ પિત્રોડા પર જીતુ વાઘાણીનો પ્રહાર, 'તમને શરમ આવવી જોઇએ'

જીતુ વાઘાણી, ફાઈલ ફોટો

સામ પિત્રોડાના નિવેદનને લઈ વિવાદ ઊભો થઈ ગયો જેમાં પીએમ મોદીએ પણ ટ્વિટરના માધ્યમથી પિત્રોડાના નિવેદનની આકરી ટીકા કરી છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: રાહુલ ગાંધીના નિકટતમ અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ ચીફ સામ પિત્રોડાએ પુલવામા હુમલાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યા છે. તેઓએ કહ્યું કે મને હુમલા વિશે વધુ માહિતી તો નથી પરંતુ આવું હંમેશા થતું આવ્યું છે. મુંબઈમાં પણ હુમલો થયો હતો. આપણે તે સમયે પણ પ્રતિક્રિયા આપી શકતા હતા અને પોતાના પ્લેન મોકલી શકતા હતા. પરંતુ તે યોગ્ય ન હોત. મારા હિસાબે દુનિયાની સાથે ડીલ કરવા માટે આ યોગ્ય રીત નથી. સામ પિત્રોડાનાં આવા નિવેદનને કારણે વિવાદો સર્જાયા છે. બીજેપીનાં નેતા તેને વખોડી રહ્યાં છે. ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સામ પિત્રોડા પર પ્રહાર કરતા કહ્યું છે કે આવી વાત કરતા શરમ આવવી જોઇએ.

    આ પણ વાંચો : સામ પિત્રોડાએ કહ્યુ- પુલવામા હુમલા માટે સમગ્ર પાકિસ્તાનને જવાબદાર ગણવું યોગ્ય નથી

    જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'પાકિસ્તાનમાં આતંકવાદીઓ પર હુમલો કરવામાં આવે છે ત્યારે સામ પિત્રોડાનું નિવેદન સ્પષ્ટપણે કોંગ્રેસ પાર્ટીની પીડા દર્શાવે છે. સુરક્ષા દળોની બહાદુરી પર સવાલ કરતા તમને શરમ આવવી જોઇએ. અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે અને હંમેશા રહેશે.'



    સામ પિત્રોડાના નિવેદનને લઈ વિવાદ ઊભો થઈ ગયો જેમાં પીએમ મોદીએ પણ ટ્વિટરના માધ્યમથી પિત્રોડાના નિવેદનની આકરી ટીકા કરી છે. પોતાના નિવેદનને લઈને ઊભા થયેલા વિવાદ પર પિત્રોડાએ બચાવ કરતાં કહ્યું કે, હું એક નાગરિક તરીકે જાણવા માંગતો હતો કે શું થયું હતું? હું પાર્ટી તરફથી વાત ન હતો કરતો, માત્ર એક નાગરિક તરીકે બોલતો હતો. મારે તે જાણવાનો અધિકાર છે તેમાં ખોટું શું છે?
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: 26/11 mumbai attack, Sam Pitroda, જીતુ વાઘાણી, પાકિસ્તાન, પુલવામા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन