અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) નજીક છે ત્યારે વર્ષ 2023માં પણ ભૂપેન્દ્ર ભાઈ (Gujarat CM Bhupendra Patel) સીએમ હશે તેવું શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (Jitu vaghani) સૂચક નિવેદન સામે આવ્યું છે. ભૂપેન્દ્ર ભાઈ 2023માં મુખ્યમંત્રી હશે એટલે જાન્યુઆરીના LD એન્જીનિયરિંગના જલસાના કાર્યક્રમમાં પાછા અમે આવીશુ તેવું નિવેદન તેમની સ્પીચમાં તેઓએ કર્યું.
હાલ LD એન્જીનિયરિંગ કોલેજના 75 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં યોજાયો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે LD એન્જીનિયરિંગ કોલેજમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સની 2 નવી બ્રાન્ચ કોલેજને ફાળવવા જાહેરાત કરી છે. એલ ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગના 75માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યા. કોલેજના વિકાસ માટે 75 કરોડની રકમ પૂર્વ વિદ્યાર્થીઓ એકત્રિત કરવાનું નક્કી કર્યું છે.
આ પ્રસંગે નિવેદન આપતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવની સાથે 75 વર્ષ પહેલાં એલ ડી એન્જીનીયરીંગ કોલેજની શરૂઆતએ ગુજરાત માટે ગૌરવની બાબત હોવાનું શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ભૂપેન્દ્ર ભાઈ 2023માં પણ મુખ્યમંત્રી હશે એટલે જાન્યુઆરીના LD એન્જીનિયરિંગના જલસાના કાર્યક્રમમાં પાછા અમે આવીશુ.
આ ઉપરાંત સરકારની સ્ટાર્ટ અપ પોલીસી અંતર્ગત વધુને વધુ સ્ટાર્ટપ્સ તૈયાર કરવાની અપીલ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી છે. સાથે જ તેઓએ જણાવ્યું કે, LD એન્જીનિયરિંગ કોલેજમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સની 2 નવી બ્રાન્ચ કોલેજને ફાળવવા જાહેરાત કરી છે. 10 કરોડની લેબ માટેની ગ્રાન્ટ કોલેજને આપવાની પણ મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.
બીજીતરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હળવાશના મૂડમાં જણાવ્યું કે, વિદ્યાર્થીકાળના દિવસોમાં મસ્તી કરે એ બરાબર છે, પણ કોઈના માટે મુશ્કેલી ઉભી ન કરે એ જરૂરી. આજના યુવાનો માટે સ્ટાર્ટઅપ યોજના ખૂબ ઉપયોગી, એના માટે પૈસાની મદદ પણ મળી રહે છે એનો બધા લાભ લેવા સૂચન કર્યું.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર