Home /News /gujarat /

'CBIના કામકાજમાં હસ્તક્ષેપ નથી કરતી મોદી સરકાર': કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહ

'CBIના કામકાજમાં હસ્તક્ષેપ નથી કરતી મોદી સરકાર': કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહ

કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે હેલિકોપ્ટર કૌભાંડમાં પૂર્વ રક્ષા મંત્રી એ.કે.એન્ટોની ની ટિપ્પણીને લઇને તેમના પર નિશાન સાધતા કહ્યું કે, મોદી સરકાર સીબીઆઇ ના કામકાજમાં કોઇ હસ્તક્ષેપ કરતી નથી.

કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે હેલિકોપ્ટર કૌભાંડમાં પૂર્વ રક્ષા મંત્રી એ.કે.એન્ટોની ની ટિપ્પણીને લઇને તેમના પર નિશાન સાધતા કહ્યું કે, મોદી સરકાર સીબીઆઇ ના કામકાજમાં કોઇ હસ્તક્ષેપ કરતી નથી.

  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે હેલિકોપ્ટર કૌભાંડમાં પૂર્વ રક્ષા મંત્રી એ.કે.એન્ટોની ની ટિપ્પણીને લઇને તેમના પર નિશાન સાધતા કહ્યું કે, મોદી સરકાર સીબીઆઇ ના કામકાજમાં કોઇ હસ્તક્ષેપ કરતી નથી.

સિંહે કહ્યું કે, મને લાગે છે કે, તેમને (એન્ટોની) સવાલનો જવાબ આપી દિધો છે. તેઓ UPAના દસ વર્ષના શાસન કાળ દરમિયાન ના વિચાર સાથે બોલી રહ્યાં છે, જ્યારે તે લોકો સીબીઆઇને કહેતા હતા કે, શું કરવાનું છે. મને લાગે છે કે, કોઇએ યાદ અપાવાની જરૂરત નથી. અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડની તપાસની ધીમી ગતી પર સવાલ ઉઠાવનાર એન્ટોની ના નિવેદનના સંબંધમાં સવાલ કરવા પર જિતેન્દ્રએ આ વાત કરી હતી.

એન્ટોનીએ કહ્યું હતુ કે, તેઓએ તમામ સાક્ષીઓ સાથે મુલાકાત કરી હતી. કોઇ પર સ્તર પર કોઇ નામ બહાર નથી આવ્યું. મારો સવાલ એ છે કે, સીબીઆઇ વર્તમાન સરકાર પાસે છે, ED વર્તમાન સરકાર પાસે છે. પુરાવા છે, તો પછી વિલંબ કેમ કરવો? કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, મોદી સરકાર સીબીઆઇના રોજિંદાના કામકાજમાં હસ્તક્ષેપ નથી કરતી, અમારી પ્રાથમિકતાઓ છે. અમે સીબીઆઇ ની સ્વતંત્રતા અને સ્વાયત્તતાનું સમ્માન કરવા માટે વિવેક છે અને એટલે અમે પુછતા પણ નથી કે, તે શું કરે છે અને તે કયાં મામલામાં કયાં સ્તર પર છે.
First published:

Tags: કેન્દ્રિય મંત્રી, નથી, નિવેદન, મોદી સરકાર, સીબીઆઇ, હેલિકોપ્ટર

આગામી સમાચાર