Home /News /gujarat /રિલાયન્સ જીયોની મોબાઇલ બજારમાં ધૂમ, એનાયત થયો પ્રતિષ્ઠિત એવોર્ડ
રિલાયન્સ જીયોની મોબાઇલ બજારમાં ધૂમ, એનાયત થયો પ્રતિષ્ઠિત એવોર્ડ
ઝડપી ઇન્ટરનેટની સાથોસાથ ગ્રાહક લક્ષી વિવિધ સુવિધાઓ એક જ પ્લેટફોર્મ પર શરૂ કરી દેશમાં સાચા અર્થમાં ડિજિટલ ઇન્ડિયાની દિશામાં વેગ આપનાર રિલાયન્સ જીયોએ વધુ એક સિધ્ધિ મેળવી છે. જીયો અને સેમસંગ ગ્લોબલ મોબાઇલ એવોર્ડથી સન્માનિત થયા છે.
ઝડપી ઇન્ટરનેટની સાથોસાથ ગ્રાહક લક્ષી વિવિધ સુવિધાઓ એક જ પ્લેટફોર્મ પર શરૂ કરી દેશમાં સાચા અર્થમાં ડિજિટલ ઇન્ડિયાની દિશામાં વેગ આપનાર રિલાયન્સ જીયોએ વધુ એક સિધ્ધિ મેળવી છે. જીયો અને સેમસંગ ગ્લોબલ મોબાઇલ એવોર્ડથી સન્માનિત થયા છે.
નવી દિલ્હી #ઝડપી ઇન્ટરનેટની સાથોસાથ ગ્રાહક લક્ષી વિવિધ સુવિધાઓ એક જ પ્લેટફોર્મ પર શરૂ કરી દેશમાં સાચા અર્થમાં ડિજિટલ ઇન્ડિયાની દિશામાં વેગ આપનાર રિલાયન્સ જીયોએ વધુ એક સિધ્ધિ મેળવી છે. જીયો અને સેમસંગ ગ્લોબલ મોબાઇલ એવોર્ડથી સન્માનિત થયા છે.
મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (એમડબલ્યૂસી) દરમિયાન ગ્લોબલ મોબાઇલ એવોર્ડ્સ 2017માં સેમસંગ ઇલેકટ્રોનિક્સ અને રિલાયન્સ જીયો ઇન્ફોકોમને બુધવારે બેસ્ટ મોબાઇલ ઇનોવેશન ફોર ઇમેજીંગ માર્કેટ્સ એવોર્ડ એનાયત થયો હતો.
રિલાયન્સ જીયોના અધ્યક્ષ જ્યોતિન્દ્ર ઠક્કરે કહ્યું કે, પોતાની સેવાઓમાં ગ્રાહકોને ધ્યાનમાં રાખીને વિકલ્પો શોધવાના અમારા પ્રયાસથી અમને આશા છે કે અમે ભારતમાં ડિજિટલ ખાઇને ભરવામાં અમે સક્ષમ થઇશું અને પ્રત્યેક ભારતીય ડિજિટલ જીવનથી લાભાન્વિત થશે.
સેમસંગ ઇલેકટ્રોનિક્સના અધ્યક્ષ અને નેટવર્ક યોંગ્સકી કિમે કહ્યું કે, ડિજિટલ ઇન્ડિયાને સાકાર કરવા માટે સેમસંગ જીયોની રણનીતિનો હિસ્સેદાર છે અને ભારતના વૈશ્વિક દુરસંચાર ઉદ્યોગમાં બાદશાહ બનવાની દિશામાં ઉઠાવાયેલ પગલાનું સમર્થન કરે છે.
સેમસંગ જીયો સાથે નેટવર્ક પ્લાનિંગ અને એક્સપેન્શન, ઇન્ટરફેરેન્સ એનાલિટિક્સ અને ઓપ્ટિમાઇઝેશન માટે કરી ચૂક્યા છે.
અહીં નોંધનિય છે કે, હાલમાં જ રિલાયન્સ જીઓનો પ્રાઇમ મેમ્બરશીપ પ્લાન રજુ કરાયો છે. જેનું રજીસ્ટ્રેશન 1લી માર્ચ 2017થી શરૂ થયું છે અને 31મી માર્ચ સુધી ચાલવાનું છે. રિલાયન્સ જીયોના નવા ગ્રાહકો 31 માર્ચ સુધી 99 રૂપિયા આપીને આ સાથે જોડાઇ શકે છે. આ મેમ્બરશીપ ફી એક વર્ષની હશે.