Home /News /gujarat /

જિગિશા મર્ડર કેસઃ કોર્ટે ફટકારી 2ને ફાંસી, એક ને આજીવન કેદની સજા

જિગિશા મર્ડર કેસઃ કોર્ટે ફટકારી 2ને ફાંસી, એક ને આજીવન કેદની સજા

2009નાં જિગિશા ઘોષ મર્ડર કેસમાં બે આરોપીઓને દિલ્હીની સાકેત કોર્ટે આજે ફાંસીની સજા ફટકારી છે, જ્યારે એક ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

2009નાં જિગિશા ઘોષ મર્ડર કેસમાં બે આરોપીઓને દિલ્હીની સાકેત કોર્ટે આજે ફાંસીની સજા ફટકારી છે, જ્યારે એક ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# 2009નાં જિગિશા ઘોષ મર્ડર કેસમાં બે આરોપીઓને દિલ્હીની સાકેત કોર્ટે આજે ફાંસીની સજા ફટકારી છે, જ્યારે એક ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે જિગિશા ઘોષ મર્ડર કેસ ને રેયર ઓફ રેયરેસ્ટ ક્રાઇમ માન્યું છે. કોર્ટે અમિત શુક્લા અને રવિ કપૂર ને મોતની સજા, જ્યારે બલજીત સિંહ મલિક ને આજીવન કેદની સજા ફટકારી છે.

ઉલ્લેખનીય છે કે, ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરતી જિગિશા ઘોષ ને વર્ષ 2009ના માર્ચમાં અપહરણ બાદ હત્યા કરી દેવામાં આવી હતી. એડિશનલ સેશન્સ જજ સંદીપ યાદવે આરોપી રવિ કપૂર, અમિત શુક્લા અને બલજીત સિંહ મલિકની સજા નક્કી કરવા માટે 22 ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી.

ફરિયાદી પક્ષના વકીલે કોર્ટ ને જણાવ્યું હતુ કે, આ આરોપી ઇન્ડિયા ટુડે ગ્રુપની પત્રકાર સૌમ્યા વિશ્વનાથન અને એક ટેક્સી ચાલકની હત્યાના કેસનો પણ સામનો કરી રહ્યાં છે. તો આ તરફ, બચાવ પક્ષના વકીલે આ લાકો સાથે એ કહીને નરમ વલણ અપનાવવા આગ્રહ કર્યો કે, આરોપીઓ હજુ નાની ઉંમર ના છે.

28 વર્ષિય જિગિશા હેવેટ એસોસિએટ પ્રાઇવેટ લિ. માં ઓપરેશન્સ મેનેજરના પદ પર કાર્યરત હતી. તેણીનું 18 માર્ચ, 2009ના રોજ ઓફિસની કાર દ્વારા દક્ષિણ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં આવેલ ઘર પર ઉતાર્યા બાદ સવારે આશરે 4 વાગે અપહરણ કરવામાં આવ્યું હતુ. તેણીની લાશ 20 માર્ચના રોજ હરિયાણા માં સૂરજકુંડ પાસે મળી આવી હતી. બાદમાં પોલીસે કપૂર, શુક્લા અને મલિકની આ મામલામાં ધરપકડ કરી હતી.

કોર્ટે 14 જુલાઈના રોજ ત્રણેય આરોપીઓને IPC કલમ 302, 201, 364, 394, 468, 471, 482 અને કલમ 34 હેઠળ દોષિત ગણાવ્યા છે.
First published:

Tags: આજીવન કેદ, આરોપી`, કોર્ટ, દિલ્હી`, ફાંસી, સજા

આગામી સમાચાર