Home /News /gujarat /

ઝિકા વાઇરસઃગર્ભના મગજ ખાઇ જાય છે ઝિકા, પ્રેગનન્ટ મહિલાઓએ માગી અબોર્શનની મંજૂરી

ઝિકા વાઇરસઃગર્ભના મગજ ખાઇ જાય છે ઝિકા, પ્રેગનન્ટ મહિલાઓએ માગી અબોર્શનની મંજૂરી

અમદાવાદઃઝિકા ખતરનાક વાઇરસ છે. અત્યારસુધી તેના કારણે 50ના મોત થઇ ચૂક્યા છે અને હજારો લોકોને તેની અસર થઇ છે. એટલી હદ સુધી કે કોલમ્બિયા અને ઇક્વાડોરમાં તો મહિલાઓને ગર્ભવતી ન બનવાની સલાહ આપવામાં આવી છે. ઝિકા ગર્ભવતી મહિલાઓ પર ત્રાટકે છે.ઝિકા દુનિયાનો વિનાશ નોતરી શકે એવો ખતરનાક છે. તે ગર્ભના મગજ ખાઇ જાય છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદઃઝિકા ખતરનાક વાઇરસ છે. અત્યારસુધી તેના કારણે 50ના મોત થઇ ચૂક્યા છે અને હજારો લોકોને તેની અસર થઇ છે. એટલી હદ સુધી કે કોલમ્બિયા અને ઇક્વાડોરમાં તો મહિલાઓને ગર્ભવતી ન બનવાની સલાહ આપવામાં આવી છે. ઝિકા ગર્ભવતી મહિલાઓ પર ત્રાટકે છે.ઝિકા દુનિયાનો વિનાશ નોતરી શકે એવો ખતરનાક છે. તે ગર્ભના મગજ ખાઇ જાય છે.

બ્રાઝીલમાં જે ઝડપથી આ વાયરસ ફેલાઇ રહ્યો છે તેને જોતા આ વાયરસની અસર ઓગસ્ટ મહિનામાં રિયો ઓલિમ્પિક પર પણ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.WHOના મતે બ્રાઝીલમાં 3893 ઝીકા વાયરસના કેસ નોંધાયા છે.WHOના ડિરેક્ટર જનરલ માગ્રેટ ચાનના કહેવા પ્રમાણે, ઝીકા વાયરસે ભયંકર રૂપ ધારણ કરી લીધું છે.તેમણે સોમવારે ઇમરજન્સી બેઠક બોલાવી છે. જેમાં વૈશ્વિક ખતરા બનેલા ઝીકા વાયરસનો સામનો કેવી રીતે કરવામાં આવે તેને લઇને નિર્ણય લેવામાં આવશે.
બ્રાઝીલ સહિતના દેશોમાં પ્રેગનન્ટ મહિલાઓએ અબોર્શનની મંજૂરી માંગી છે.
બ્રાઝીલ સરકારે પણ મહિલાઓને પ્રેગનન્ટ ન થવાની સલાહ આપી છે.  જલદી પગલા ના ભરાયા તો હજારોના મોત થઇ શકે છે.

જો વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા ઇબોલાની જેમ આ વાયરસ સામે લડવામાં નિષ્ફળ રહેશે તો અનેકના મોત થઇ શકે છે. નોંધનીય છે કે હજુ સુધી આ વાયરસની કોઇ દવા શોધાઇ નથી. તેની દવા શોધવામાં બે વર્ષ લાગી શકે છે.બ્રાઝીલના 26માંથી 20 રાજ્યોમાં આ વાયરસ ફેલાયો છે.

બ્રાઝીલ સહિત 26 અમેરિકન દેશોમાં ઝીકા વાયરસ ફેલાઇ ચૂક્યો છે. જેનાથી 50 લોકોના મોત પણ થઇ ચૂક્યા છે.છેલ્લા વર્ષે બ્રાઝીલના છ રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરાઇ હતી. એકલા પેરનાંબુકોમાં જ 900 કેસ સામે આવ્યા હતા.

હાલમાં વાયરસને રોકવા માટે મેડિકલ સુવિધા નહીં હોવાના કારણે તેનાથી બચવું જ યોગ્ય છે.બ્રાઝીલને ડર છે કે આખી પેઢી શારીરિક અને માનસિક રૂપથી વિકલાંગ ના જન્મે.

ઝિકા વિનાશ નોંતરી શકે છે કારણકે ઝિકા સામે ઝિંક કેવી રીતે લેવી તે દુનિયાનો કોઇ ડોક્ટર જાણતો નથી.હાલ તેની સામે બચવાનો એક જ ઉપાય છે અને એ છે મચ્છરના ડંખથી દૂર રહો.નહિંતર આ એડિસ મચ્છર દુનિયાનો વિનાશ નોંતરવા પૂરતા છે. કારણકે વિશ્વ આરોગ્ય સંસ્થાનું માનીએ તો 40 લાખ લોકો ઝિકાની ઝપેટમાં આવી શકે એમ છે.

ઝિકાની શરૃઆત જીણા તાવથી થાય છે

અમદાવાદઃ દુર્ભાગ્યે ઝિકાની કોઈ દવા કે રસી હજુ સુધી શોધાઈ નથી. એટલે હાલ તેનાથી બચવાનો એક જ ઉપાય છે, મચ્છરના ડંખથી દૂર રહો. કેમ કે એ રોગ મચ્છર દ્વારા વહન થતા વાયરસથી ફેલાય છે. ૨૦૧૪માં બેઠો થયા પછી આ વાયરસ અત્યાર સુધીમાં અમેરિકા, આફ્રિકા એશિયા અને ઓસ્ટ્રેલિયા ખંડમાં પહોંચી ગયો છે. યુરોપિયન દેશો જ અત્યારે તો બાકાત છે.

બ્રાઝિલમાં અચાનક મોટાં માથાંવાળા બાળકો જન્મવાનું શરૃ થતાં ઝિકાનો પત્તો લાગ્યો હતો.ગર્ભવતિ મહિલાઓ પર ઝિકા વધારે અસર કરે છે. જન્મનારા બાળકો ઝિકાને કારણે સામાન્ય કરતાં મોટી સાઈઝના માથા સાથે જન્મે છે. એટલે નવજાત શીશુનો દેખાવ પણ ડરામણો લાગે છે.માથુ દુખવુ, સાંધાઓ દુખવા, બેચેની રહેવી વગેરે પણ તેના લક્ષણો છે. ડેન્ગ્યુ કે અન્ય તાવમાં થાય એવી જ એ સ્થિતિ છે. માટે તાવના સૌ કોઈ દરદીઓએ સાવધાન રહેવું રહ્યું. વળી ઝિકા તુરંત ઓળખી શકાતો નથી. ઓળખી શકાય તો પણ દવા તો છે જ નહીં. નવાં નવાં રોગચાળા એટલી ઝડપથી આવી રહ્યા છે કે તેની દવા-રસી શોધાય એ પહેલાં તેનો ફેલાવો થઈ ચૂક્યો હોય છે.

રોગ ફેલાવો એડિસ નામક મચ્છરો કરે છે

રોગ ફેલાવો એડિસ નામક મચ્છરો કરે છે. આ મચ્છરો માનવજાતના દુશ્મન નંબર વન કહી શકાય એમ છે. કેમ કે ભૂતકાળમાં એડિસે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને યલો ફિવર ફેલાવાનું કામ કર્યુ છે. વાઈરસ ફેલાવામાં એડિસની તોલે કોઈ આવી શકે એમ નથી. એટલે પ્રાથમિક ઉપાય મચ્છરોની બ્રિડિંગ સાઈટોનો નાશ કરવાનો છે. નહિંતર આ મચ્છરો દુનિયાને વિનાશને આરે ધકેલી શકે છે.
First published:

Tags: ગુજરાત, દેશ વિદેશ, રોગચાળો

આગામી સમાચાર