અમદાવાદઃઉદઘાટનના દિવસે જ ટોળકીએ ઝવેલર્સનો ખેલ પાડ્યો,6મિનિટમાં લગાવ્યો ચૂનો
અમદાવાદઃઉદઘાટનના દિવસે જ ટોળકીએ ઝવેલર્સનો ખેલ પાડ્યો,6મિનિટમાં લગાવ્યો ચૂનો
અમદાવાદઃ દર દાગીનાનો ધંધો શરૂ કરે તે પહેલા જ અમદાવાદના એક ઝવેરીને 60 હજારનો ફટકો પડ્યો છે.સ્વતંત્રતા દિને અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઝવેરાત જવેલર્સ શોપનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.અને તે જ દિવસે ગ્રાહકના સ્વાંગમાં આવેલી ટોળકી બે તોલાની સોનાની ચેઈન ચોરીને ગણતરીની મિનિટોમાં ફરાર થઈ ગઈ છે.સોલા પોલીસે જવેલર્સ શોપમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે. માત્ર છ મિનિટમાં આ ખેલ પાડ્યો છે.

અભયકુમાર શાહે 17,500 રૂપિયાના ભાડે થલતેજ ભાઈકાકાનગર ગોપી કોમ્પલેક્ષમાં દુકાન ભાડે રાખી ઝવેરાત જવેલર્સ નામથી દુકાન શરૂ કરી છે.15મી ઓગસ્ટના રોજ જવેલર્સ શોપનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.જવેલર્સ શોપ શરૂ કરનારો શાહ પરિવાર ધંધો કરવા માટે દુકાનમાં આવેલા ગ્રાહકોને દાગીના બતાવી રહ્યો હતો.દરમિયાનમાં બપોરે 1 કલાક અને 55 મિનિટે એક પુરૂષ અને બે મહિલા ગ્રાહક બનીને ઝવેરાત જવેલર્સમાં એન્ટર થાય છે.સોનાની ચેઈન ખરીદવાના બહાને આ ટોળકી એક પછી એક ડિઝાઈનની ચેઈન જુએ છે.
બ્લુ ડ્રેસ પહેરેલી મહિલા ચેઈનની ડિઝાઈન ખુદ જુએ છે તો કયારેક તેની સાથીદાર મહિલાને બતાવે છે.સોનાની ચેઈન ખરીદવાનું નાટક કરતી આ ટોળકી આખરે 6 મિનિટમાં એટલે કે બપોરે બે વાગે અને એક મિનિટે તેનો ખેલ પાડી દે છે.
60 હજારની કિંમતની સોનાની ચેઈન બ્લુ ડ્રેસ પહેરેલી મહિલા તેના ડાબા હાથની મુઠ્ઠીમાં સેરવી લીધા બાદ તેની સાથીદાર કે જેણે લાલ ડ્રેસ પહેરેલો છે તેને સિફતપૂર્વક પાસ કરી દે છે.દુકાનદારની નજર તેમજ આસપાસમાં રહેલી ભીડ છતા કેવી રીતે આ ટોળકી સોનાની ચેઈન ચોરી કરે છે. બે વાગે એક મિનિટ અને 5 સેકન્ડે બ્લુ ડ્રેસ પહેરેલી મહિલા દુકાનદારની નજર ચૂકવીને તેના ડાબા હાથમાં એક સોનાની ચેઈન મુકીને મુઠ્ઠી બંધ કરી લે છે.અને જમણા હાથમાં રહેલી સોનાની ચેઈન તેની સાથીદારને બતાવવાનું નાટક કરે છે અને તેની સાથીદાર પણ ચેઈન જોવાનું નાટક ભજવે છે.
અને આ નાટકની વચ્ચે જ રેડ ડ્રેસ પહેરલી મહિલા તેના જમણા હાથમાં રહેલું પર્સ અને આઈસ્ક્રીમ ભરેલો કપ ડાબા હાથમાં લેતાની સાથે જ બ્લુ ડ્રેસ પહેરેલી મહિલા તેના હાથમાં સોનાની ચેઈન સેરવી દે છે અને ચાર મિનિટ બાદ ચોર ટોળકીના સભ્યો એક પછી એક દુકાનની બહાર નીકળી જાય છે.
ગ્રાહકના સ્વાંગમાં આવેલી ટોળકી સોનાની ચેઈન લઈ ગયા હોવાની શંકા થતા દુકાનદારે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા.અને આ ફૂટેજમાં ચોર ટોળકીની કરતૂત કેદ થઈ ગયેલી મળી હતી.સીસીટીવી ફૂટેજના આધારે સોલા પોલીસને જવેલર્સ શોપના માલિકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર