Home /News /gujarat /

બ્રસેલ્સ હુમલામાં જેટ એરવેઝની મહિલા ક્રુ મેમ્બર ઘાયલ, અરપોર્ટ બંધ કરાયું

બ્રસેલ્સ હુમલામાં જેટ એરવેઝની મહિલા ક્રુ મેમ્બર ઘાયલ, અરપોર્ટ બંધ કરાયું

બ્રસેલ્સમાં એરપોર્ટ અને મેટ્રો સ્ટેશન પર થયેલા ત્રણ વિસ્ફોટમાં 17 લોકોના મોત નીપજ્યા છે તો 20થી વધુ લોકો ઘાયલ થયા છે. હાલ રાહત બચાવ કામગીરી ચાલી રહી છે તો આપાતકાલિન સ્થિતિને જોતાં હાલ બ્રસેલ્સ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે અને તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #બ્રસેલ્સમાં એરપોર્ટ અને મેટ્રો સ્ટેશન પર થયેલા ત્રણ વિસ્ફોટમાં 17 લોકોના મોત નીપજ્યા છે તો 20થી વધુ લોકો ઘાયલ થયા છે. હાલ રાહત બચાવ કામગીરી ચાલી રહી છે તો આપાતકાલિન સ્થિતિને જોતાં હાલ બ્રસેલ્સ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે અને તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.

બ્રસેલ્સમાં થયેલા આતંકી હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે અને સ્વજન ગુમવાનારા પરિવારજનોને ઇશ્વર સહન કરવાની શક્તિ આપે તેમજ ઘવાયેલા ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના કરી છે.

બ્રસેલ્સ હુમલામાં ભારતીયોની સુરક્ષાને લઇને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે કે, બ્રસેલ્સ સ્થિત ભારતીય દૂતાવાસના એમ્બેસેડર મિ.મંજીવ સાથે સતત સંપર્કમાં છું. તેમણે મને જાણકારી આપી છે કે ભારતીયો સુરક્ષિત છે. જોકે જેટ એરવેઝની એક ક્રુ મેમ્બરને ઇજા થઇ છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે.

વિદેશ મંત્રી સુષ્માજીએ વધુમાં બ્રસેલ્સ સ્થિત ભારતીય દૂતાવાસના હેલ્પ લાઇનના નંબર પણ જાહેર કર્યા છે. કોઇને આ અંગે કોઇ વિગત મેળવવી હોય કે મદદ જોઇતી હોય તો આ હેલ્પ લાઇન નંબર પર કોલ કરી શકે છે.

+32 26409140, +32 26451850 (PABX) અને +32 476748575 (Mobile) PI RT
First published:

Tags: આતંકી હુમલો, નરેન્દ્ર મોદી, બ્રસેલ્સ હુમલો, વડાપ્રધાન, વિદેશ મંત્રી, સુષમા સ્વરાજ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन