પટણા# એક્સાઇઝ મામલા માં ફરાર જેડીયૂ નેતા મનોરમા દેવીએ મંગળવારે ગયા કોર્ટમાં સરેન્ડર કર્યું છે. મનોરમા દેવી સવારે 7 વાગે સરેન્ડર કરવા માટે કોર્ટમાં પહોંચી, જેના બાદ તેણીને 14 દિવસના જ્યૂડિશયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે.
જેડીયૂ ધારાસભ્ય ગત ઘણા દિવસોથી ફરાર હતી અને ગયા પોલીસ ધરપકડ માટે સતત રેડ પાડી રહી હતી. ઉલ્લેખનીય છે કે, મનોરમા દેવી ગયા રોડ રેજ માં આરોપી રોકી યાદવની માતા છે, જે હાલ જેલમાં છે.
તો આ તરફ સોમવારે (16 મે)ના રોજ ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ સજલ મંદિલવારે મનોરમા દેવી દ્વારા દાખલ કરવામાં આવેલી વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરતા પૂર્વ મામલાની કેસ ડાયરી અને નિચલી અદાલતની કાર્યવાહીથી સંબંધિત રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગયા માં રોડ રેજની ઘટના માં આરોપી રોકી યાદવની ધરપકડ વખતે રેડ દરમિયાન મનોરમા દેવીના ઘર માંથી વિદેશી શરાબની બોટલો મળી આવી હતી, જેના બાદ એક્સાઇઝ એક્ટ હેઠળ તેણી વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.