બિહારના ગયા માં એક જેડીયૂ MLAના પુત્ર પર એક યુવકની હત્યાનો આરોપ લાગ્યો છે. આરોપોના અનુસાર જેડીયૂ MLA મનોરમા દેવીના પુત્ર રોકીએ પોતાની નવી લેન્ડ રોવર કારને સાઇટ નહીં આપવા બદલ એક સ્વિફ્ટ કાર ચાલકને ગોળી મારી દીધી હતી, જેનાથી તે યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.

બિહાર# બિહારના ગયા માં એક જેડીયૂ MLAના પુત્ર પર એક યુવકની હત્યાનો આરોપ લાગ્યો છે. આરોપોના અનુસાર જેડીયૂ MLA મનોરમા દેવીના પુત્ર રોકીએ પોતાની નવી લેન્ડ રોવર કારને સાઇટ નહીં આપવા બદલ એક સ્વિફ્ટ કાર ચાલકને ગોળી મારી દીધી હતી, જેનાથી તે યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.
મૃતક યુવકનું નામ આદિત્ય સચદેવા હતુ અને તે ગયાના એક મોટા વેપારીનો દિકરો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આદિત્ય પોતાના ત્રણ મિત્રો સાથે એક પાર્ટી માંથી ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે તેની પાછળ રોકીની કાર આવી રહી હતી. તેણે આદિત્યની કારનો ઓવરટેક કરવાના પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળ રહેતા, તેણે પિસ્તોલ કાઢીને આદિત્યને ગોળી મારી દીધી હતી.
આ ઘટના બાદ આરોપી રોકી ફરાર છે. પોલીસે લેન્ડ રોવર કારને જેડીયૂ MLA મનોરમા દેવીના ઘર માંથી જપ્ત કરી લીધી છે. પોલીસ મનોરમા દેવાના પતિ બિંદી યાદવની અટકાયત કરી પુછપરછ કરી રહી છે. પોલીસે મનોરમા ના બોડીગાર્ડની ધરપકડ કરી છે.
પુછપરછ દરમિયાન રોકીના પિતા બિંદી યાદવ પોતાના નિવેદનથી ફરી ગયા છે. પહેલા બિંદીએ કહ્યું કે, તેમનો પુત્ર અહીંયા હાજર નથી, પરંતુ વધુ પુછપરછ દરમિયાન બિંદી પોતાના નિવેદનથી પલટી મારતા કહ્યું કે, રોકીના કારને ઓવરટેક કર્યા બાદ, આદિત્ય અને તેણા મિત્રોએ રોકીને તેની કાર માંથી ઉતારીને મારપીટ કરવા લાગ્યા હતા. પોતાના સ્વ બચાવમાં રોકીએ પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર નીકાળી હતી અને ભૂલથી ગોળી છૂંટી ગઇ હતી.