Home /News /gujarat /

જયંતિ ભાનુશાળી હત્યા કેસઃ છબીલ પટેલ સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ દાખલ

જયંતિ ભાનુશાળી હત્યા કેસઃ છબીલ પટેલ સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ દાખલ

છબીલ પટેલ અને જયંતી ભાનુશાળીની ફાઇલ તસવીર

  ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા મામલે પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. ભાનુશાળીના પરિવારજનોના આક્ષેપ બાદ પોલીસે છબીલ પટેલ, મનીષા ગોસ્વામી સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

  પ્રાપ્ત વિગત પ્રમાણે જયંતિ ભાનુશાળીની હત્યા બાદ પોલીસે પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. ભાનુશાળીના પરિવારજનોએ કચ્છના નેતા છબિલ પટેલ, મનીષા ગોસ્વામી, સિદ્ધાર્થ પટેલ, જયંતિ ઠક્કર અને ઉમેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

  કચ્છના નેતા છબિલ પટેલ સાથે હતો ખટરાગ

  અગાઉ જયંતિ ભાનુશાળીના ગોડાઉનમાંથી સરકારી લોટનો જથ્થો મળતા તેઓ વિવાદમાં આવ્યા હતા. કચ્છના જ એક નેતા છબિલ પટેલ સાથે તેમને રાજકીય અણબનાવ હતો. સુરતના દુષ્કર્મ કેસમાં છબિલ પટેલનું નામ ઉછળતા બંને નેતાઓએ એક બીજા પર અનેક આક્ષેપો કર્યા હતા. સુરતની યુવતીએ જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ બંને નેતાઓ વચ્ચે વિવાદ વકર્યો હતો

  કચ્છ ભાજપના મોટા નેતા જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. જયંતિ ભાનુશાળી કચ્છની અબડાસા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ કચ્છ જિલ્લાના ભાજપના પણ રહી ચુક્યા છે. જયંતિ ભાનુશાળી ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ રહી ચુક્યા છે. સુરતની એક યુવતીએ તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવ્યા બાદ તેમણે પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.

  સુરતની યુવતીએ જયંતિ ભાનુશાળી પર બળાત્કારની ફરિયાદ આપી હતી. ફરિયાદ નોંધાવ્યા બાદ જયંતિ ભાનુશાળી અંડર ગ્રાઉન્ડ થઈ ગયા હતા. જોકે, આખરે આ મામલે પીડિતાએ તેમની સાથે સમાધાન કરી લીધું હતું. પીડિતાએ આક્ષેપ લગાવ્યો હતો કે ભાજના નેતાઓ તેને અમદાવાદ સહિત અનેક જગ્યાએ બોલાવીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે પીડિતા અને જયંતિ ભાનુશાળીની કથિત તસવીરો પણ વાયરલ થઈ હતી.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Jayanti Bhanushali Murder, Politician, ધારાસભ્ય, ભાજપ, હત્યા

  આગામી સમાચાર