જસદણની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુંવરજી બાવળિયાને આશરે 20,000 મતથી જીત્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જીતની સાથે જ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ઉત્સાહની લાગણી ફેલાઇ ગઇ હતી. અને ઠેરઠેર ઉજવણી થવાની શરૂ થઇ ગઈ હતી. ગાંધીનગર કમલમ ખાતે પણ ભાજપના કાર્યકર્તાઓએ ગરબા રમી અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મીડિયા સાથે વાત કરીને જીત માટે લોકોનો આભાર માન્યો હતો. સાથે સાથે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા.
મીડિયા સાથે વતા કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, 'આજે જસદણમાં પરિણામ આવી ગયું છે. 19985 મતથી ભાજતીય જનતા પાર્ટીને મળ્યો છે. ત્રણ રાજ્યોના પરિણામો પછી કોંગ્રેસ ઉત્સાહના અતિરેકમાં અનેક પ્રકારનો જૂઠો પ્રચાર જસદણમાં કરતી હતી. સામદામ દંડ ભેદ અને મોટી સંખ્યામાં ફૌજ ઉતારીને કોંગ્રેસ આ ચૂંટણીને જીતવા માટે કારશો રચ્યો હતો. પરંતુ જસદણની જનતાએ ખુબ જ પરિપક્વ રીતે આશરે 20 હજાર મતથી કુંવરજી બાવળિયાને જીત અપાવી છે. ગત વર્ષે 9 હજારથી જીત્યા હતા. આ વખતે 20 હજારની જીત મળી છે એ દેખાડે છે કે આ જીત ભારતીય જનતા પાર્ટીના કમળની જીત છે કારણ કે બધાએ ભેગા મળીને કમળને મત આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગામી લોકસભાની ચૂંટણીની 26માંથી 26 બેઠકો જીતવાનો સંકેત આ ચૂંટણીએ આપ્યો છે. '
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, 'આ ચૂંટણી લગભગ ગામડાઓની ચૂંટણી હતી. ખેડૂતોના નામે કોંગ્રેસે ગણા નાટકો કર્યા હતા. છેલ્લે મત આપવા માટે ગયા ત્યારે ડુંગળીનો હાર પેરીને વિરોધ કર્યો હતો. છતાં ખેડૂતો ભરી ભરીને બીજેપીની મત આપ્યા છે. અને કુંવરજીની બહુમતી દેખાડે છે જસદણની ગ્રામ્યજનતા સહિત તમામ વર્ગોએ બીજેપી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તમામ લોકોએ રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરીને સ્વીકારી છે. '
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'કોંગ્રેસે લોકોને જૂઠા વચનો પણ ખુબ આપ્યા હતા. આજે પણ લોકો કોંગ્રેસને ઓળખી ગયા છે. અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ એ વધારે મજબૂત બન્યો છે. 2017ની ચૂંટણીમાં 99 ધારાસભ્યો હતા હવે 100 ધારાસભ્યો થયા છે. ત્રણ આંકડામાં ભાજપ પહોંચી જઇ છે. કોંગ્રેસનું સ્થાન જનતાએ નક્કી કરી દીધું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં 26 બેઠક જનતાના પ્રેમ વિશ્વાસ જનતાના સહકારથી પુનઃ જીતીશું એવો વિશ્વાસ છે. '
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર