Home /News /gujarat /

જસદણ પેટા ચૂંટણીઃ 20મી ડિસેમ્બરના રોજ મતદાન, 23મીએ પરિણામ

જસદણ પેટા ચૂંટણીઃ 20મી ડિસેમ્બરના રોજ મતદાન, 23મીએ પરિણામ

પ્રતિકાત્મક તસવીર

20મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ત્રણ દિવસ બાદ એટલે કે 23મી ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

  ગાંધીનગરઃ રાજ્યના ચૂંટણી પંચ તરફથી જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તારીખ જાહેર કરતાની સાથે જ આચારસંહિતાનો અમલ થઈ ગયો છે. આ બેઠક પર હવે 20મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ત્રણ દિવસ બાદ એટલે કે 23મી ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. 26મી નવેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ કાર્યવાહી ત્રીજી ડિસેમ્બર સુધી ચાલશે. બાદમાં ફોર્મની ચકાસણી કર્યા બાદ છઠ્ઠી ડિસેમ્બરના રોજ અંતિમ ઉમેદવારોના નામની જાહેરાત ચૂંટણી પંચ તરફથી કરવામાં આવશે.  રાજ્યના વર્તમાન મંત્રી કુંવરજીભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી.

  કોંગ્રેસનો ગઢ રહી છે જસદણ બેઠક

  જસદણ બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહી છે. 1971થી 2017 સુધી જસદણ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસનું એકચક્રી સાશન રહ્યું છે. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીની નજીકના ભવિષ્યમાં જ જાહેરાત થઇ શકે છે. કારણ કે ત્રીજી જાન્યુઆરી સુધીમાં પેટા ચૂંટણી પૂર્ણ કરવાની છે.

  ભાજપે બાવળિયાના જીતાડવા દિગ્ગજોની ટીમ ઉતારી

  કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને જસદણની બેઠક પરથી જીતાડવા માટે મોહન કુંડારિયા, જયંતિ કવાડિયા, મંત્રી જયેશ રાદડિયા સહિતના સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓને જીતાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોર કમિટીની બેઠક બાદ યાદી જાહેર કરવામાં આવી હતી. કોર કમિટીની બેઠક પહેલા ખૂદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ સાથે બેઠેક કરીને આ મહત્વનો નિર્ણય લીધો હતો. ભાજપ કોઈ પણ કાળે આ બેઠક ગુમાવવા માંગતી નથી. કારણ કે ભાજપ જો આ ગુમાવે તો તેની અવળી અસર આગામી ચૂંટણીમાં આખા સૌરાષ્ટ્ર પર પડી શકે છે.

  જસદણનો જંગ

  કુલ મતદારો---------- 2,24,290
  મહિલાઓ------------1,05,559
  પુરુષો----------------1,18,731
  કોળી મતદારો--------35 ટકા
  લેઉવા પટેલ મતદારો--20 ટકા
  દલિત મતદારો--------10 ટકા
  લઘુમતિ મતદારો------7 ટકા
  કડવા પટેલ મતદારો---7 ટકા
  ક્ષત્રિય મતદારો------- 8 ટકા
  આહીર સમાજ--------8 ટકા
  અન્ય મતદારો--------13 ટકા
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Jasdan, કોંગ્રેસ, ચૂંટણી`, ભાજપ

  આગામી સમાચાર