Home /News /gujarat /

જન્માષ્ટમીમાં ડાકોર કે દ્વારકા જતા પહેલા વાંચી લો આ મંદિરના નિયમો, દર્શન કરવામાં પડશે સરળતા

જન્માષ્ટમીમાં ડાકોર કે દ્વારકા જતા પહેલા વાંચી લો આ મંદિરના નિયમો, દર્શન કરવામાં પડશે સરળતા

Live Darshan Janmashtami: આવતીકાલે એટલે સોમવારે 30મી ઓદસ્ટે જન્માષ્ટમીનો પાવન પર્વ છે. આ નિમિત્તે રાજ્યભરનાં કૃષ્ણ મંદિરમાં ભારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Live Darshan Janmashtami: આવતીકાલે એટલે સોમવારે 30મી ઓદસ્ટે જન્માષ્ટમીનો પાવન પર્વ છે. આ નિમિત્તે રાજ્યભરનાં કૃષ્ણ મંદિરમાં ભારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

  Janmashtami 2021: આવતીકાલે એટલે સોમવારે 30મી ઓદસ્ટે જન્માષ્ટમીનો (Janmashtami)પાવન પર્વ છે. પર્વ નિમિત્તે રાજ્યભરનાં કૃષ્ણ મંદિરમાં ભારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ડાકોર મંદિર (Janmashtami in Dakor Temple) અને દ્વારકા મંદિરમાં (Janmashtami in Dwarka Temple) પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓને શ્રી કૃષ્ણનાં દર્શન કરાવાશે. કોરોનાના કારણે ગયા વર્ષે દર્શનાર્થીઓ માટે દર્શન વ્યવસ્થા બંધ રહી હતી. જેથી આ વર્ષે પ્રશાસન દ્વારા પરવાનગી મળતા મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ (Krishna Janmotsav) કોરોનાની ગાઈડલાઈનને (corona guildline) અનુસરીને ઉજવાશે.

  ડાકોર મંદિરમાં જતા પહેલા આ વાંચી લો

  કોરોના ગાઈડ લાઈનના પગલે આ વર્ષે મંદિરમાં ફાગણી પૂનમ નિમિત્તે ગોઠવાતો એક્શન પ્લાન અમલમાં મુકાયો છે. જેથી દર્શનાર્થીઓ પ્રદક્ષિણા કરી શકશે નહીં. પોલીસ દ્વારા 200-200ના જુથમાં દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યાંથી ભક્તો શ્રીજી મહારાજના દર્શન કરી સીધા ગેટ નં.2 પરથી બહાર નીકળી જશે. દરેક ભક્ત સેનિટાઈઝ થઈને જ મંદિરમાં પ્રવેશ કરે તે માટે મંદિર પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન દર્શનાર્થીઓએ ચુસ્તપણે કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે.

  પોલીસ દ્વારા પણ ઉજવણીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં 1 ડી.વાય.એસ.પી., 2 પી.આઈ. 10 પી.એસ.આઈ. અને 130 પોલીસ જવાનો ખેડ પગે રહેશે. જ્યારે એસ. આર.પી. સ્ટાફના 25 જવાનો સુરક્ષામાં હાજર રહેશે.  આજથી જ જન્મની વધાઈઓ શરૂ થશે

  મંદિર પ્રસાશન તરફથી મળતી માહિતી પ્રમાણે, મંદિરમાં 30/8/20201ના રોજ રાત્રીના 12 કલાકે શ્રીજી પ્રભુના જન્મોત્સવનો પ્રારંભ થશે. રણછોડરાયજી પ્રભુને લલાટે કુમ કુમ તિલક કરી અને બંદૂકના 5 ધડાકાની સલામી સાથે પ્રારંભ થયેલ જન્મોત્સવમાં પ્રથમ પંચામૃત સ્નાન, શૂદ્ધોત સ્નાન બાદ ચુનારીયા વસ્ત્રો ધારણ કરવામાં આવશે. ત્યારબાદ અમૂલ્ય હીરા અને રત્નો જડિત ઝર ઝવેરાતનો અદભુત આકર્ષણ ધરાવતો મોટો મુગટ ધરાવાશે. આજે, 29 ઓગસ્ટના રોજ રાજા રણછોડને સોનાની દિવીમાં આરતી કરવામાં આવશે. સાંજે 5.20 કલાકે થતી શયન આરતી દરમિયાન સોનાની દિવીથી આરતી થતી હોય છે. જન્મોત્સવના આગલા દિવસથી જ જન્મની વધાઈઓ શરૂ થતી હોય પરંપરા મુજબ પ્રભુની આરતી થાય છે.  દ્વારકા દર્શન જતા પહેલા આ અચૂક વાંચી લો

  યાત્રાધામ દ્વારકા ખાતે જન્માષ્ટમી મહોત્સવના ભાગ રૂપે જીલ્લા કલેકટરે વિવિધ અધિકારીઓ સાથે મિટીંગ યોજી જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. દ્વારકાધીશ જગત મંદિરેકુષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવાનો હોય સંખ્યા બંધ ભક્તો દૂર દૂરથી કુષ્ણજન્મોત્સવ ઉજવવા દ્વારકા આવાના હોવાની શક્યતા છે. શ્રધ્ધાળુઓની વ્યવસ્થાના ભાગરૂપે જીલ્લા કલેકટર અને જીલ્લા એસ.પી દ્વારા દ્વારકા દેવસ્થાન સમિતીમાં વિવિધ અધિકારીઓ તેમજ પૂજારીઓ સાથે એક મિટીંગ યોજી હતી. ભક્તોને અગવડતા ન પડે અને સોશિયલ ડિસ્ટન્ટસ જળવાય રહે તે માટે અંબાણી માર્ગ પાસે કિર્તી સ્થંભ પાસે બેરીગેટ ઉભા કર્યા છે. ત્યાથી એન્ટ્રી થશે અને મોક્ષ દ્વાર છપ્પન સિડી ચડી ભક્તો મંદિરમાં પ્રવેશ કરશે અને સ્વર્ગ દ્વારે મંદિર પરિસરમાંથી બહાર નીકળશે. યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન સાતમ, આઠમ, નોંમ દરમિયાન લાખો ભાવિકો કાળિયા ઠાકોરના દર્શનાર્થે આવવાની શક્યતા હોવાથી કાયદો અને વ્યવ્સ્થા જળવાય રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યા છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Janmashtami, Live darshan, Shravan 2021, ગુજરાત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन