Home /News /gujarat /

જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી હુમલો, એક પોલીસ કર્મી શહીદ, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી હુમલો, એક પોલીસ કર્મી શહીદ, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ કાશ્મીરના શોપિયામાં ગત મોડી રાતે આતંકી હુમલામાં એક પોલીસ કર્મચારી શહીદ થયો છે. જ્યારે આતંકીઓને શોધવા પોલીસ અને સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. જોકે હજુ સુધી આતંકીઓનો કોઇ સુરાગ મળ્યો નથી.

જમ્મુ કાશ્મીરના શોપિયામાં ગત મોડી રાતે આતંકી હુમલામાં એક પોલીસ કર્મચારી શહીદ થયો છે. જ્યારે આતંકીઓને શોધવા પોલીસ અને સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. જોકે હજુ સુધી આતંકીઓનો કોઇ સુરાગ મળ્યો નથી.

  • Pradesh18
  • Last Updated :
શ્રીનગર #જમ્મુ કાશ્મીરના શોપિયામાં ગત મોડી રાતે આતંકી હુમલામાં એક પોલીસ કર્મચારી શહીદ થયો છે. જ્યારે આતંકીઓને શોધવા પોલીસ અને સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. જોકે હજુ સુધી આતંકીઓનો કોઇ સુરાગ મળ્યો નથી.

શોપિયામાં ગત રાતે આતંકીઓએ જામનગર ગામ પાસે એક પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો. જેમાં જમ્મુ કાશ્મીર પોલીસનો એક જવાન શહીદ થયો છે જ્યારે એક પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયો છે અને એક સ્થાનિક રહેવાસીને પણ ગોળી વાગી છે.

સુરક્ષાબળોએ આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આતંકીઓ પોલીસ ચોકીને નિશાન બનાવી પોલીસ ચોકીમાં રહેલા હથિયાર ચોરવાનો ઇરાદો ધરાવતા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. જોકે પોલીસ જવાનોની બહાદુરીથી આતંકીઓ કામયાબ થઇ શક્યા ન હતા.
First published:

Tags: આતંકી હુમલો, જમ્મુ કાશ્મીર

આગામી સમાચાર