કાશ્મીરમાં 11મા દિવસે પણ કરફ્યૂ, 45ના મોત, ત્રણ દિવસથી અખબાર પણ છપાયા નથી
કાશ્મીરમાં 11મા દિવસે પણ કરફ્યૂ, 45ના મોત, ત્રણ દિવસથી અખબાર પણ છપાયા નથી
#કાશ્મીર ઘાટીમાં અલગાવવાદીઓ દ્વારા બંધને વધુ ત્રણ દિવસ લંબાવી દેવાતાં સ્થિતિ વધુ કફોડી બની છે. આજે સતત 11મા દિવસે પણ કરફ્યૂ યથાવત છે. જેને પગલે સામાન્ય જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. તણાવ અને કરફ્યૂની સ્થિતિમાં હુર્રિયતના એક જુથ દ્વારા પ્રોટેસ્ટ કેલેન્ડર પણ જાહેર કરાયું છે.

શ્રીનગર #કાશ્મીર ઘાટીમાં અલગાવવાદીઓ દ્વારા બંધને વધુ ત્રણ દિવસ લંબાવી દેવાતાં સ્થિતિ વધુ કફોડી બની છે. આજે સતત 11મા દિવસે પણ કરફ્યૂ યથાવત છે. જેને પગલે સામાન્ય જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. તણાવ અને કરફ્યૂની સ્થિતિમાં હુર્રિયતના એક જુથ દ્વારા પ્રોટેસ્ટ કેલેન્ડર પણ જાહેર કરાયું છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે આજે સતત 11મા દિવસે પણ કરફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે.
અનંતનાગ જિલ્લાના કાજીગૂંડ વિસ્તારમાં સેના ઉપર ઉશ્કેરાયેલા એક ટોળા દ્વારા સોમવારે કરાયેલ હુમલામાં બે પ્રદર્શનકારીઓના મોત નીપજ્યાં હતા. પોલીસનું કહેવું છે આ ગોળીબારીમાં ચાર અન્ય શખ્સો પણ ઘાયલ થયા હતા.
હિજબુલ કમાન્ડર બુરહાન વાની અને એના બે સહયોગીની સુરક્ષાબળો સાથેની અથડામણમાં મોત બાદ આ હિંસા ભડકી ઉઠી છે. જેમાં અત્યાર સુધીમાં 45ના મોત નીપજ્યાં છે. જેમાં 43 નાગરિક અને બે પોલીસકર્મીઓના મોત નીપજ્યાં છે. વહીવટી તંત્ર દ્વારા ઘાટીમાં તમામ મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે તેમજ મોબાઇલ કોલિંગ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ સ્થિતિને પગલે છેલ્લા ત્રણેક દિવસથી અખબારોનું પણ પ્રિન્ટીંગ થયું ન હોવાનું સામે આવી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર