કેપ્ટન નિલેશ સોનીની... જેઓની બહાદુરી માટે રાષ્ટ્રપતિ હસ્તક તેમને સિયાચીન ગ્લેશિયર મેડલથી સન્માનીત કરવામાં આવ્યા.... ફક્ત 25 વર્ષની ઉમેરે તેઓ તેમની વીરતા અને ઉદારતાના કારણે સૌ કોઈના દિલમાં વસી ગયા....
#JaiHindSamaan : મૂળ વિરમગામના અને અમદાવાદના રહેવાસી ડેપ્યુટી કલેક્ટર હરજીવનદાસ સોનીની પહેલેથી જ ઈચ્છા હતી કે તેમનો એક પુત્ર સેનામાં જોડાય અને દેશની સેવા કરે. ૧૯૬૨માં ભારત અને ચીન યુદ્ધ સમયે તેમના ઘરે પુત્રનો જન્મ થયો. બસ ત્યારથી જ હરજીવનદાસ એ નક્કી કર્યું હતું કે તેમના પુત્ર નિલેશને સેનામાં મોકલવો. કેપ્ટન નિલેશે પ્રાથમિક શિક્ષણ આંબાવાડી ખાતે આવેલ સી.એન.વિદ્યાલયમાંથી લીધું. બાદમાં તેવો જામનગરના બાલાચડીમાં આવેલ સૈનિક સ્કૂલમાં અભ્યાસ અર્થે દાખલ થયા. ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ નિલેશ સોની એ નેશનલ ડિફેન્સ એકેડેમીની પરીક્ષા પાસ કરી.
૯ જૂન ૧૯૮૪ના રોજ તેમની નિમણૂક અલાહાબાદમાં રેગ્યુલર Commissioned ઓફિસરમાં ૬૨ ફિલ્ડ રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે નિમણૂક થઈ. બાદમાં એક વર્ષ દેવલાલી, નાસિક ખાતે પ્રેક્ટિકલ જ્ઞાન મેળવીને નિલેશ સોનીને પ્રમોશન મળવાથી આજ રેજિમેન્ટમાં લેફ્ટનન્ટનો હોદ્દો મળ્યો હતો. બે વર્ષની નોકરી દરમિયાન તેમણે કાશ્મીર, શ્રીનગર, લેહ અને કારગિલમાં પોતાની ફરજ બજાવી હતી. અંતમાં તેને દુનિયાનું સૌથી ઉચ્ચ યુદ્ધક્ષેત્ર જે ગુજરાતી અને દુશ્મની દ્રષ્ટિએ સૌથી વિકટ પરિસ્થિતિ વાળું સિયાચીન ગ્લેશિયર 5753 મીટર ની ઊંચાઈ પર 20 સપ્ટેમ્બર ૧૯૮૬થી ફરજ પર જોડાયા હતા.
આવી કપરી પરિસ્થિતીમાં નિલેશ સોની પોતાની ફરજ પર હતા.5 મહિના સુધી તેઓ ત્યાં ફરજ પર હતા. પરતું અચાનક તારીખ 12 ફેબ્રુઆરી ૧૯૮૭ ના સવારે 5:30 કલાકે પાકિસ્તાન દ્વારા આ પોસ્ટ પર કબજો મેળવવા માટે આક્રમણ કરવામાં આવ્યું. કેપ્ટન નિલેશ સોની અને તેમના સાથી મિત્રો દ્વારા દુશ્મનોનો બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો. પાકિસ્તાની સેનાને સતત જવાબ આપવામાં આવી રહ્યો હતો. અને તોપમારો મોટા પાયે કરવામાં આવી રહ્યો હતો. જેમાં તે શહીદ થયા.
શહીદ વીર કેપ્ટન નિલેશ સોનીને તેમની વીરતા બદલ સિયાચીન ગ્લેશિયર મેડલ રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. ફક્ત વીરતાજ નહિ, ઉદારતા પણ કેપ્ટન નિલેશ સોનીની ઓળખ હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં એક જાહેર માર્ગ અને શહીદ વીર કેપ્ટન નિલેશ સોની માર્ગ નામ આપી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. એટલું જ નહિ અંજલિ ચંદ્રનગર બીઆરટીએસ માર્ગ પાસે શહીદ વીર કેપ્ટન નિલેશ સોનીનું સ્મારક પણ બનાવવામાં આવ્યું છે.