Home /News /gujarat /

ગુ. યુનિના ઉપકુલપતિ તરીકે હર્ષદ પટેલનું પત્તું કપાયું, જગદીશ ભાવસારની નિમણૂંક

ગુ. યુનિના ઉપકુલપતિ તરીકે હર્ષદ પટેલનું પત્તું કપાયું, જગદીશ ભાવસારની નિમણૂંક

સરકારે તમામ યુનિ.માં ઉપકુલપતિ નિમણૂંક માટે નામો મંગાવ્યા

એડિચોટીનું જોર કામ ન લાગ્યું, ભાજપના નેતાઓએ જ હર્ષદ પટેલનું પત્તું કાપ્યું અને આખરે ઉપકુલપતિ જગદીશ ભાવસાર પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

    અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે રાજ્ય સરકારે જગદીશ ભાવસારની નિમણૂંક કરી છે. આ અનુસાર એચ.કે.પ્રોફેશનલ ટ્રેનિંગ સેન્ટરના ઓનરરી ડાયરેકટર અને ભાજપમાં અનેક વર્ષોથી સક્રિય એવા જગદીશ ભાવસારની નિમણૂંક કરવામાં આવી છે.

    ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ વર્ષથી ઉપકુલપતિની જગ્યા ખાલી હોવાને કારણે પ્રક્રિયા શરુ કરી હતી. જેને લઇ શિક્ષણ વિભાગ દ્વારા આજે નોટિફિકેશન કરવામા આવ્યું.

    જગદીશ ભાવસાર આ પહેલા ગુજરાત યુનિ.માં 20 વર્ષ સુધી સેનેટ મેમ્બર અને 9 વર્ષ સુધી સિન્ડીકેટ મેમ્બર રહી ચુક્યા છે ઉપરાંત મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં પણ રહી ચુક્યા છે. યુનિ.એક્ટ મુજબ સરકારે ઉપકુલપતિ નિમણૂક માટે કુલપતિ પાસેથી ત્રણ નામો મંગાવવાના હોય છે અને જેમાંથી એક નામ સરકાર નક્કી કરે છે.પરંતુ કુલપતિની જેમ ઉપકુલપતિમા પણ નામ મંગાવવાની માત્ર ફોર્માલિટી જ હોય છે. સરકાર પોતે પહેલેથી નક્કી કરેલા ઉમેદવારને જ નિમતી હોય છે અને મળતી માહિતી મુજબ ગુજરાત યુનિ.માં કેસમા તો ઉપકુલપતિ માટે મોટુ આંતરિક રાજકારણ રમાયુ છે.

    જોકે આ પહેલા એવા સમાચાર હતા કે આ પદ માટે ભાજપના પ્રવક્તા હર્ષદ ટેલ રેસમાં હતા અને તેમણે ભાજપના હોદ્દોદારો મારફતે ઉચ્ચસ્તરે રજૂઆત પણ કરી હતી તેમજ ઉપકુલપતિનું પદ મેળવવા માટે હર્ષદ પટેલુ એડિચોટીનું જોર કામ લાગ્યું નહી, ભાજપના નેતાઓએ જ મોવડી મંડળને રજૂઆત કરીને પોતાનો પક્ષ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે રાજ્ય સરકારે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે જગદીશ ભાવસારના નામની જાહેરાત કરી છે.

    ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા અને હર્ષદ પટેલ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી રાજકીય વોર જામ્યો છે. બન્ને નેતાઓ એકબીજાને રાજકીય મેદાને પછાડવા સક્રિય બન્યા છે. હર્ષદ પટેલે ભરત પંડ્યાને મ્હાત કરવા ઉપકુલપકિ પદ મેળવવા પસંદ કર્યુ હતુ. થોડા દિવસો પહેલા હર્ષદ પટેલે મુખ્યમંત્રી વિજય રુપાણીને મળીને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા વિરુદ્ધ રજૂઆતો કરી હતી. તેમની એવી દલીલ હતી કે યુનિવર્સીટીમાં ચાલતા ભ્રષ્ટાચાર પર નજર રાખવા મને ઉપકુલપતિ બનાવો. આ તમામ પ્રયત્નો બાદ સફળતા ન મળી અને મોવળી મંડળે આખરે ઉપકુલપતિ જગદીશ ભાવસાર પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: અમદાવાદ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन