Home /News /gujarat /પ્રજા આનંદો! : ભાજપ નહોતું એટલે વિકાસમાં રોડાં હતા, હવે જસદણનો વિકાસ થશે!

પ્રજા આનંદો! : ભાજપ નહોતું એટલે વિકાસમાં રોડાં હતા, હવે જસદણનો વિકાસ થશે!

સીએમ 'કમલમ' ખાતેથી જાહેરાત કર્યા બાદ જસદણ જશે, નીતિન પટેલે કોંગ્રેસનો ગઢ સર કરવા બદલ જસદણની પ્રજાનો આભાર માન્યો

સીએમ 'કમલમ' ખાતેથી જાહેરાત કર્યા બાદ જસદણ જશે, નીતિન પટેલે કોંગ્રેસનો ગઢ સર કરવા બદલ જસદણની પ્રજાનો આભાર માન્યો

ન્યૂઝ 18 ગુજરાતી: આખરે ભાજપના કેબિનેટ મંત્રી અને કોળી નેતા કુંવરજી બાવળીયા 19985 મતથી જીતી ગયા. સરકારનું 'નાક' રહી ગયું અને વિજયભાઈ રૂપાણીની આબરૂ બચી ગઈ.

આ પરિણામોને વધાવવા પહેલા એવા સમાચાર આવ્યા કે મુખ્યમંત્રી વિજય રૂપાણી જસદણ નહિ આવે અને 'કમલમ' ખાતેથી જ 'વિજય'ની જાહેરાત સાથે ઉજવણી કરશે પરંતુ કદાચ નીતિનભાઈએ રૂપાણી પહેલા જ કોંગ્રેસનો ગઢ સર કરવા બદલ જસદણની પ્રજાનો આભાર વ્યક્ત કરી લેતા વિજયભાઈને થયું હશે કે હું કેમ પાછળ રહી જાઉં? એ ન્યાયે પાછા સમાચાર અપાવ્યા કે, કમલમ ખાતેથી જાહેરાત કર્યા બાદ તેઓ પણ જસદણ જશે !

આ સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અન્ય પક્ષના અન્ય નેતાઓ અને કાર્યકરો સાથે લગભગ બે કલાકે પહોંચશે! આ પ્રતિષ્ઠા ભર્યો જંગ જે ભાજપ માટે જીવતો જરૂરી હતો, તે આખરે જીતાઇ ગયો.

મુદ્દે કુંવરજી સાચા ઠર્યા! વિપક્ષમાં રહીને પ્રજાકીય કર્યો થઇ શકતા નથી તે સાબિત થયું! કારણ બિનતંદુરસ્ત સત્તાધારી પક્ષ એવા વિસ્તારો અને પ્રજાને વિકાસ કાર્યોથી વંચિત રાખે છે, જ્યાંથી તેમના પક્ષના પ્રતિનિધ ન જીત્યા હોય. આ જૂનાગઢ, જસદણ, ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર સહીત સૌરાષ્ટ્રના અને આદિવાસી વિસ્તારના કેટલાક જિલ્લાઓના પ્રતિનિધિઓ ભોગવી ચુક્યા છે.

આ પણ વાંચો, બાવળિયામાં કમલ ખીલવું એ સૂચવે છે કે આપણી પ્રજા 'ભાજપ'ને જ લાયક છે!

કુંવરજી ગમે તેટલા સારા નેતા હોય, પ્રજા તેમને ચાહતી હોય, પ્રજાકીય કાર્યો માટે તત્પર હોય, વર્ષોથી જીતતા હોય પરંતુ સત્તાપક્ષ સામે તેમની પીપુડી ન વાગી અને પ્રજા પીસાતી રહી. આખરે જે પક્ષની તેમને ઘોર ટીકાઓ કરેલી તેમનું જ દામન તેમણે પકડવું પડ્યું અને ભાજપના બેનર હેઠળ તેઓ જીત્યા। ભલે, પછી ભાજપ તેણે પક્ષ અને કાર્યકરોની જીતમાં ખપાવી મારે।

જસદણ હવે તું હરખ. ભાજપ તારી સાથે છે. અત્યાર સુધી વિકાસમાં જે 'રોડાં' નખાતા રહ્યા ત્યાં હવે વિકાસનો યજ્ઞ ચાલશે અને એકપછી એક યોજનાઓના 'સમિધ' અર્પિત થશે.
First published:

Tags: Jasdan bypoll, Vijay Rupani, ગુજરાત, જીતુ વાઘાણી, ભાજપ