Home /News /gujarat /

18 ITI અને એક ITCના ઈન્સ્ટ્ર્કટરની ટ્રેનિંગ માટે ભારત સરકારે મંજૂરી આપી

18 ITI અને એક ITCના ઈન્સ્ટ્ર્કટરની ટ્રેનિંગ માટે ભારત સરકારે મંજૂરી આપી

પ્રતિકાત્મક તસવીર

આ મંજૂરીથી આઈટીઆઈ(ITI)માં કામ કરતા 600થી વધુ સુપરવાઈઝરોને ત્રણ વર્ષ કે ઓછા સમય માટે લાભ થશે. અને નજીકના ભવિષ્યમાં 2300 સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની ભરતી કરવામાં આવશે તેવી શક્યતા છે.

    દીપિકા ખુમાણ: કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના નેજા હેઠળ કાર્યરત ડિરેકટર જનરલ ઓફ ટ્રેઈનિંગે (DGT) ભારતમાં સૌ પ્રથમ વાર 18 સરકારી ઈન્ડસ્ટ્રીયલ ટ્રેઈનીંગ ઈન્સ્ટીટ્યુટ (ITIs) અને એક ઈન્ડસ્ટ્રીયલ ટ્રેઈનીંગ સેન્ટર (ITC) માં ઈન્સ્ટ્રકટરોને તાલીમ માટેની રાજ્ય સરકારની દરખાસ્ત મંજૂર કરી છે.

    આ મંજૂરીને કારણે ક્રાફટસ ઈન્સ્ટ્ર્કટર્સ ટ્રેઈનીંગ સ્કીમ (CITS) હેઠળ અભ્યાસક્રમ તૈયાર કરીને રાજ્યની 287 સરકારી આઈઆઈટીઆઈમાં તાલિમ આપી શકાશે. કૌશલ્યો માટે ઘનિષ્ઠ તાલિમ અને તાલિમની પધ્ધતિ નક્કી કરીને ઉદ્યોગો માટે કામદારોને તૈયાર કરવા ઈન્સ્ટ્રકટર તાલિમાર્થીઓને તાલિમ આપવામાં આવશે.

    2300 સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની ભરતી થશે ભરતી

    શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાના જણાવ્યા મુજબ, આ મંજૂરીથી આઈટીઆઈ(ITI)માં કામ કરતા 600થી વધુ સુપરવાઈઝરોને ત્રણ વર્ષ કે ઓછા સમય માટે લાભ થશે. અને નજીકના ભવિષ્યમાં 2300 સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની ભરતી કરવામાં આવશે તેવી શક્યતા છે,”.

    ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કામ કરતા ડિરેકટરેટ ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ ટ્રેઈનિંગ તરફથી ડિરેક્ટરેટ જનરલ ઓફ ટ્રેઈનીંગને જુલાઈમાં લેખિત દરખાસ્ત કરવામાં આવી હતી કે 18 સરકારી આઈટીઆઈમાં ઈન્સ્ટિયુટ ફોર ટ્રેઈનિંગ ફોર ટ્રેઈનર્સ ચલાવવા માટે નેશનલ કાઉન્સિલ ઓફ વોક્શનલ ટ્રેઈનિંગ(NCVT)ની ટ્રેડની સાથે જોડાયેલી 480 બેઠકો સરન્ડર કરવામાં આવે.

    રાજ્ય સરકારના ડિરેકટરેટ ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ ટ્રેઈનિગે સીઆઈટીએસના અભ્યાસક્રમ મુજબ 18 આઈટીઆઈમાં વિવિધ ટ્રેડની તાલિમ આપવા માટે ટ્રેડ પ્રેકટીકલ અને ટ્રેઈનીંગ મેથોડોલોજીની તાલીમ માટે માન્યતા માગી હતી.

    18 સરકારી ITI અને ICT ઈન્સ્ક્ટ્રર માટેની તાલીમ મંજુર

    વડોદરા જીલ્લાના તરસાલી ખાતે વાયરલેસ અને ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેઈન્ટેનન્સ ટ્રેડની તાલીમ આપવા માટે ઈન્ડસ્ટ્રિયલ તાલીમ કેન્દ્ર સ્થાપવા માટે પણ મંજૂરી માગવામાં આવી હતી.

    ડિરેકટરેટ જનરલ ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ ટ્રેઈનીંગે16 ઑગસ્ટ, (2019)ના રોજ લખાયેલા પત્રમાં માહિતી આપી હતી કે સક્ષમ ઑથોરિટીએ 18 સરકારી આઈટીઆઈ અને આઈટીસી તરસાલીમાં ઈન્સ્ટ્રકટર ટ્રેઈનિગ માટેની તેમની દરખાસ્ત મંજૂર કરી છે..
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: આઇટીઆઇ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन