Home /News /gujarat /

એફબીઆઇની પુછપરછમાં મૂસા બોલ્યો-ગોરાઓથી છે નફરત, ખતમ કરી દઇશ...

એફબીઆઇની પુછપરછમાં મૂસા બોલ્યો-ગોરાઓથી છે નફરત, ખતમ કરી દઇશ...

અમેરિકી ગુપ્ત એજન્સી એફબીઆઇ (ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન)ની પુછપરછમાં જમાત ઉલ મુજાહિદ્દીનના શકમંદ આતંકવાદી મોહમ્મદ મુશીરુદ્દીન ઉર્ફે મૂસાએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

અમેરિકી ગુપ્ત એજન્સી એફબીઆઇ (ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન)ની પુછપરછમાં જમાત ઉલ મુજાહિદ્દીનના શકમંદ આતંકવાદી મોહમ્મદ મુશીરુદ્દીન ઉર્ફે મૂસાએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #અમેરિકી ગુપ્ત એજન્સી એફબીઆઇ (ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશન)ની પુછપરછમાં જમાત ઉલ મુજાહિદ્દીનના શકમંદ આતંકવાદી મોહમ્મદ મુશીરુદ્દીન ઉર્ફે મૂસાએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

કોલક્તાના એનઆઇએ (નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી)ની ઓફિસમાં એફબીઆઇની ટીમે મૂસા સાથે અંદાજે ચાર કલાક સુધી પુછપરછ કરી.

એનઆઇએના સુત્રોના જણાવ્યા અનુસાર, 25 વર્ષિય મૂસાએ એફબીઆઇને જણાવ્યું કે તે ગોરી ચામડીવાળાઓથી સખત નફરત કરે છે અને તે એમને ખતમ કરી નાંખવા ઇચ્છે છે.

અમેરિકી નાગરિકો પર હુમલાનો કારસો

મૂસા પર આરોપ છે કે, તે ભારતમાં રહેનારા અમેરિકીનો પોતાના નિશાન બનાવવા માંગતો હતો અને એ માટે તે પ્લાન બનાવી રહ્યો હતો. આ માટે તે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે પણ સંપર્કમાં હતો.

પશ્વિમ બંગાળના લભપુરનો રહેવાસી મૂસાને આ વર્ષે જુલાઇમાં વિશ્વભારતી ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાંથી વર્ધમાન રેલવે સ્ટેશનથી ઝડપી લેવાયો હતો. જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશનું આતંકવાદી સંગઠન છે અને તે કેટલાય આતંકી હુમલાઓને અંજામ આપી ચુક્યું છે.

મૂસાની કલાકો સુધી કરાઇ પુછપરછ

એફબીઆઇની સાત સભ્યોની ટીમે મૂસા સાથે કલાકો સુધી પુછપરછ કરી હતી. એફબીઆઇની આ મુલાકાત ગ્લોબલ સ્ટડીનો એક ભાગ હતી અને તે ઇસ્લામિક સ્ટેટના શકમંદો પર નજર રાખે છે. બુધવારે એફબીઆઇની ટીમે કોલકત્તાના સોલ્ટ લેક સ્થિત એનઆઇએ (નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી) ઓફિસમાં આવી હતી.

એનઆઇએની હિરાસતમાં મૂસા

ગુરૂવારે સ્થાનિક કોર્ટે મૂસાને બે દિવસ માટે એનઆઇએની હિરાસતમાં મોકલ્યો છે. એનઆઇના અધિકારીએ કહ્યું કે, એનઆઇએ આ મામલે ચાર્જશીટ દાખલ કરશે. હવે એમની તપાસ આખરી તબકકામાં છે.

માનવામાં આવે છે કે, મૂસા ઢાકા કેફે પર આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ અબુ સુલેમાનના સંપર્કમાં હતો. આ વર્ષે ઓગસ્ટમાં મૂસાની બાંગ્લાદેશની એન્ટી ટેરર રેપિડ એક્શન બટાલિયને પુછપરછ કરી હતી.

ઢાકા કેફે હુમલાને આપ્યો અંજામ

અહીં નોંધનિય છે કે, 1 જુલાઇએ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગુલશનમાં સ્થિત હોલી આર્ટિસન બેકરી અને ઓ કિચન પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ 17 વિદેશીઓ સહિત 20 બંધકોની હત્યા કરી હતી. આ હુમલામાં બે પોલીસ અધિકારીઓના મોત નીપજ્યા હતા.
First published:

Tags: આતંકવાદી સંગઠન, આતંકવાદી હુમલો, એનઆઇએ, એફબીઆઇ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन