Home /News /gujarat /ઈશરત એન્કાઉન્ટર કેસ, પી. પી. પાંડે ડિસ્ચાર્જ અરજી પર સીબીઆઈ કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો

ઈશરત એન્કાઉન્ટર કેસ, પી. પી. પાંડે ડિસ્ચાર્જ અરજી પર સીબીઆઈ કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ભૂતપૂર્વ ડીજીપી પી. પી. પાંડેની ડિસ્ચાર્જ અરજી પર સીબીઆઈ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ...

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ભૂતપૂર્વ ડીજીપી પી. પી. પાંડેની ડિસ્ચાર્જ અરજી પર સીબીઆઈ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ...

    ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ભૂતપૂર્વ ડીજીપી પી. પી. પાંડેની ડિસ્ચાર્જ અરજી પર સીબીઆઈ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે અને સીબીઆઈ કોર્ટે 23 જાન્યુઆરી સુધી ચુકાદો અનામત રાખ્યો છે. સુનાવણી દરમિયાન, પી. પી. પાંડેના વકીલની રજૂઆત હતી કે, પી. પી. પાંડે સરકારના ઉચ્ચ અધિકારી છે, અને તેમની સામે ચાર્જશીટ કરતાં સરકારની પહેલાથી જ મંજૂરી લેવી જોઈએ.

    જો કે, આ કેસમાં તે લેવામાં આવી નથી. પરવાનગી વગર જ પી. પી. પાંડે સામે ચાર્જશીટ કરાઈ છે, તેથી આ કેસ તેમની સામે ચાલી શકે નહીં. બીજી તરફ, મૃતક પ્રણેશ પિલ્લાઈના પિતાના વકીલે આ અરજીનો વિરોધ કર્યો હતો. જો કે, અન્ય મૃતકોના પરિવાજનોના વકીલો રજૂઆત માટે આવ્યા ન હતા.
    First published:

    Tags: CBI Court, ઇશરત જહાં

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો