Home /News /gujarat /

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલો, HCએ CBI કોર્ટના આદેશને રદ કર્યો

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલો, HCએ CBI કોર્ટના આદેશને રદ કર્યો

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આઈપીએસ સતીષ વર્માને કેસની પ્રથમ ચાર્જશીટ આપવાના સીબીઆઈ કોર્ટના આદેશને હાઈકોર્ટે રદ કર્યો છે. હાઈકોર્ટે સીબીઆઈની અરજીનો સ્વીકાર કર્યો છે.

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આઈપીએસ સતીષ વર્માને કેસની પ્રથમ ચાર્જશીટ આપવાના સીબીઆઈ કોર્ટના આદેશને હાઈકોર્ટે રદ કર્યો છે. હાઈકોર્ટે સીબીઆઈની અરજીનો સ્વીકાર કર્યો છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આઈપીએસ સતીષ વર્માને કેસની પ્રથમ ચાર્જશીટ આપવાના સીબીઆઈ કોર્ટના આદેશને હાઈકોર્ટે રદ કર્યો છે. હાઈકોર્ટે સીબીઆઈની અરજીનો સ્વીકાર કર્યો છે.

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં સીબીઆઈની રજૂઆત હતી કે, હાઈકોર્ટમાં સીબીઆઈના વકીલની રજૂઆત હતી કે, આ કેસની તપાસ સીબીઆઈએ કરેલી છે, તેથી આ કેસની ચાર્જશીટ આઈપીએસ સતીષ વર્માને આપી શકાય નહીં. કેસની ચાર્જશીટ આરોપી અથવા તો પીડિતને જ આપી શકાય. જેથી, સતીષ વર્માને કેસની પ્રથમ ચાર્જશીટ આપવાના સીબીઆઈ કોર્ટના આદેશને રદ કરવામાં આવે.

બીજી તરફ, સતીષ વર્માના વકીલની રજૂઆત હતી કે, આઈપીએસ સતીષ વર્માને  કેસની પ્રથમ ચાર્જશીટ આઈપીએસ સતીષ વર્માને મળવી જોઈએ. થોડા સમય પહેલા, કેટલાંક ઉચ્ચ અધિકારીઓએ આક્ષેપ લગાવ્યો હતો કે, ઈશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસ સમયે સતીષ વર્માએ તેમની સાથે બળજબરી કરી હતી.

આ આક્ષેપ બાદ, સતીષ વર્માએ કેસની બન્ને ચાર્જશીટ મેળવવા સીબીઆઈ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં બીજી ચાર્જશીટ અંગે સીબીઆઈ કોર્ટે કહ્યું હતુ કે, આ ચાર્જશીટ તેમના રેકોર્ડનો ભાગ જ નથી. જો કે, સીબીઆઈ કોર્ટે આદેશ કર્યો હતો કે, સતીષ વર્માને પ્રથમ ચાર્જશીટ આપવામાં આવે.
First published:

Tags: અરજી, આદેશ, ઇશરત જહાં કેસ, રદ, સીબીઆઇ, સીબીઆઇ કોર્ટ, હાઇકોર્ટે

આગામી સમાચાર