Home /News /gujarat /રાજ્યના નવા DGP તરીકે શિવાનંદ ઝાની નિમણૂક

રાજ્યના નવા DGP તરીકે શિવાનંદ ઝાની નિમણૂક

શિવાનંદ ઝાને ગુજરાત રાજ્યના 37 મા રેગ્યુલર ડીજીપી બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે...

શિવાનંદ ઝાને ગુજરાત રાજ્યના 37 મા રેગ્યુલર ડીજીપી બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે...

    રાજ્યના નવા DGPની નિમણૂક કરી દેવામાં આવી છે. રાજ્યના નવા DGP તરીકે શિવાનંદ ઝાની નિમણૂક કરવામાં આવી છે.

    સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આજે મુખ્ય ઈન્ચાર્જ DGP પ્રમોદકુમાર નિવૃત થતાં સરકારે નવા DGP તરીકે શિવાનંદ ઝાના નામ પર પસંદગી કરી છે. જોકે, હજુ સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રો તરફથી સ્પષ્ટ માહિતી મળી છે કે, રાજ્યના નવા DGP તરીકે શિવાનંદ ઝાનું નામ નિશ્ચિત છે.

    ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસથી ચર્ચા ચાલી રહી હતી કે, પ્રમોદ કુમારની નિવૃત્તિ બાદ રાજ્યનમા નવા DGP કોણ બનશે, જેના પરથી આખરે આજે પડદો ઉઠી ગયો છે.

    ઉલ્લેખનીય છે કે, એપ્રિલ-2016માં રેગ્યુલર મુખ્ય DGP પી.સી. ઠાકુરને અચાનક જ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ ઉપર મોકલાયાં હતાં. આ પછી પી.પી. પાન્ડેય, ગીથા જોહરી અને પ્રમોદકુમાર એમ ત્રણ IPS ‘ઈન્ચાર્જ’ DGP તરીકે નિવૃત્ત થયાં છે. 2016થી ગુજરાતમાં કાર્યરત સિનિયર IPS અધિકારીઓ સિનિયર મોસ્ટ IPSને જ મુખ્ય DGPપદે મુકવાનો આગ્રહ રાખતાં રહ્યાં છે અને સરકાર તેનો અમલ કરતી રહી છે.

    કોણ છે શિવાનંદ ઝા
    રાજ્યમાં હાલ 1983ની બેચના સૌથી સિનિયર IPS તરીકે શિવાનંદ ઝા છે. શિવાનંદ ઝા અગાઉ લાંબા સમય માટે સુરત અને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને લૉ એન્ડ ઓર્ડર ઉપર તેમની પકડ જબરજસ્ત હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. મહત્વની વાત તો એ છે કે પી.સી.ઠાકુર બાદ છેલ્લા 3 વર્ષથી ગુજરાત રાજ્યમાં રેગ્યુલર ડીજીપીની પોસ્ટિંગ કરવામાં આવી નથી. પરંતુ શિવાનંદ ઝાને ગુજરાત રાજ્યના 37 મા રેગ્યુલર ડીજીપી બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Appointed, DGP, Gujarat state, New, Shivanand Jha, આઇપીએસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन