નવીન ઝા, અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં આઈએએસ અધિકારીઓની બદલી થઈ ગયા બાદ હવે રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલીની ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી પોલીસ બેડામાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે ક્યારે પોલીસ અધિકારીઓની બદલી થશે. ગૃહ વિભાગના અત્યંત વિશ્વસનિય સુત્રોનું કહેવું છે કે બે દિવસમાં બદલીનું લિસ્ટ બહાર પડી શકે છે.
મળતી માહિતી પ્રમાણે ઘણી જગ્યાઓને લઈ ચર્ચાઓ પુરી થઈ ગઈ છે ત્યારે કેટલીક પોસ્ટ ચર્ચાનો વિષય બની છે..ખાસ કરીને સુરત પોલીસ કમિશનર તરીકે દાવેદારો વધારે છે ત્યારે એક પોસ્ટ સામે કોણે મુકી શકાય તે માટે હાલ અસમંજસ છે જેથી થોડી વાર લાગી રહી છે.
સુરત પોલીસ કમિશનર તરીકે 3 આઈપીએસ અધિકારીઓની દાવેદારી છે. નોંધનીય છે કે સતીષ શર્માના નિવૃત્તી બાદ જેસીપી હરીકૃષ્ણ પટેલને ચાર્જ આપવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર યથવાત રહેશે તેવી માહિતી પણ સામે આવી રહી છે.
મહત્વનું છે કે હાલમાંજ બનાસકાંઠા ના અને પાટણના એસપી બન્ને ડેપ્યુટેશન પર દિલ્હી ખાતે ગયા છે જેથી તેમની બે જગ્યાઓ પણ ખાલી પડી છે તેની સાથો સાથ જેલના વડા મોહન ઝા પણ જુલાઈ મહિનામાં નિવૃત થયા અને તેમની જગ્યા પણ ચાર્જમાં છે.
નોંધનીય વાત તો એ છે કે અમદાવાદની મહત્વની એજન્સી ક્રાઈમ બ્રાંચના જેસીપીની જગ્યા પણ ચાર્જમાં ચાલી રહી છે. જેથી ત્યા પણ જાણીતા આઈપીએસ અધિકારીને મૂકવાની વાત સામે આવી રહી છે. તેની સાથો સાથ છેલ્લા ઘણા સમયથી એકજ જગ્યાએ ફરજ બજાવી રહેલા ડીસીપી, એસપી, ડીઆઈજી અને આઈજીપી કક્ષાના અધિકારીઓની પણ બદલીઓને લઈ લગભગ લિસ્ટ નક્કી થઈ ગયુ છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર