ન્યૂઝ 18 ગુજરાતી: ગુજરાત રાજય માનવ અધિકાર આયોગમાં
નિવૃત આઇ.પી.એસ. અધિકારી જે.કે ભટ્ટની નિમણૂક થઈ છે. તેમની નિમણૂકને રાજયપાલે મંજૂરી આપી હતી.
ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, રાજયમાં કાર્યરત ગુજરાત માનવ અધિકાર આયોગમાં નિવૃત આઇ.પી.એસ. અધિકારી જે.કે ભટ્ટની આયોગના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજય માનવ અધિકાર આયોગના ચેરમેન અને સભ્યોની પસંદગી માટેની સમિતિમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા અને ગૃહમંત્રી સભ્ય તરીકે હોય છે.
તેમણે ઉમેર્યુ કે, રાજય માનવ અધિકાર આયોગ ત્રણ સભ્યોનું બનેલુ હોય છે. જેમાં આયોગના ચેરમેન તરીકે મણીપુર હાઇકોર્ટના નિવૃત મુખ્ય ન્યાયાધીશ અભિલાષા કુમારી અને નિવૃત જિલ્લા અને સેશન્સ જજ એમ.એચ. શાહ સભ્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે. જ્યારે ત્રીજા સભ્ય તરીકે જે.કે. ભટ્ટની નિમણૂક કરાઈ હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર