ઉત્તરપ્રદેશમાં કાનપુરના પુખરાયામાં રવિવારે સવારે ઇન્દોર રાજેન્દ્ર નગર એક્સપ્રેસ ટ્રેન અકસ્માતમાં મૃતકોનો આંકડો વધીને 130 પહોંચ્યો છે. જ્યારે ઘાયલ 150થી વધુની કાનપુરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

કાનપુર #ઉત્તરપ્રદેશમાં કાનપુરના પુખરાયામાં રવિવારે સવારે ઇન્દોર રાજેન્દ્ર નગર એક્સપ્રેસ ટ્રેન અકસ્માતમાં મૃતકોનો આંકડો વધીને 130 પહોંચ્યો છે. જ્યારે ઘાયલ 150થી વધુની કાનપુરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
આ ટ્રેન ઇન્દોરથી પટના જઇ રહી હતી. કાનપુરના જિલ્લા અધિકારી કાર્યાલાયએ આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા 130 થયાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે આ અકસ્માત બાદ જિલ્લાની હૈલટ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોમાં 150થી વધુ લોકોની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં અત્યાર સુધી 58 મૃતકોની ઓળખ થઇ ચૂકી છે.
રેલવે રાજ્યમંત્રી મનોજ સિંહા રવિવારે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં કરવા માટે તાકીદ કરી હતી.
અહીં નોંધનિય છે કે, ઇન્દોર પટના એક્સપ્રેસ રવિવારે વહેલી સવારે કાનપુરના પુખરાયામાં અકસ્માતગ્રસ્ત થઇ હતી. આ અકસ્માતમાં 150થી વધુ ઘાયલોની વિભિન્ન હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.