Home /News /gujarat /અમદાવાદ જી. કલેક્ટરે 80 અફઘાનિ, બાંગ્લા અને પાકિસ્તાનીઓને આપ્યું ભારતનું નાગરિકત્વ

અમદાવાદ જી. કલેક્ટરે 80 અફઘાનિ, બાંગ્લા અને પાકિસ્તાનીઓને આપ્યું ભારતનું નાગરિકત્વ

અમદાવાદ કલેક્ટર કચેરી

હજુ પણ ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરનારાઓની 300 થી 400 અરજીઓ પેન્ડિંગ પડી છે

  વિભુ પટેલ - અમદાવાદ

  દેશમાં અનેક એવા અફઘાનિસ્તાની, બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓ છે, કે જેઓ ભારતીય નાગરિકત્વ મેળવવા માટે કેટલાંય વર્ષોથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા 80 લોકોને ભારતનું નાગરિકત્વ આપવામાં આવ્યું.

  કેટલીક મહિલાઓની આંખમાંથી તો હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા, આ આસુ એ આશાની કિરણ સાથેના છે, કે જેની તેઓ સતત ઝંખના કરતા હતા. આ સ્મિત ભારતનો હિસ્સો બન્યાના છે. છેલ્લા કેટલાંય વર્ષોથી ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરવા માટે હવાતિયા મારનારા પાડોશી દેશોના કેટલાંક લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.

  અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા આજે 80 અરજદારોને ભારતીય નાગરિકત્વનું પ્રમાણપત્ર એન્યાત કરાયું. ભારત સરકારનાં ૨૦૧૬ના ગેઝેટમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જેવા વિવિધ જિલ્લા કલેક્ટરને ગેઝેટમાં પ્રસિધ્ધ થયાની તારીખથી બે વર્ષ માટે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની Minority Community Citizenship ACT-1955ની કલમ-5 અને 6 અન્વયે ભારતીય નાગરિકતા આપવા અંગેની સત્તા એનાયત કરવમાં આવી હતી. આ ગેઝેટ અંતર્ગત અત્યાર સુધીમાં 419 અરજદારોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામા આવ્યાં છે...જેમા આજે 80 પાકિસ્તાની અને બાંગ્લાદેશથી આવેલા નાગરિકોને ભારતીય નાગરીકત્વ પ્રમાણપત્ર એનાયત કરાયા.

  પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓને ભારતમાં કાયમી વસવાટ માટે પોલીસ સ્ટેશન અને દિલ્હીના કેટલાંય ધક્કા ખાધા. ત્યારે વર્ષો બાદ તેમનું સપનું પૂર્ણ થતા તેમની ખુશીનો પાર ના રહ્યો. જોકે ભારતીય નાગરિકતાના કારણે હવે તેઓને ભારત સરકારની તમામ યોજનાઓનો લાભ મળશે.

  હજુ પણ ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરનારાઓની 300 થી 400 અરજીઓ પેન્ડિંગ પડી છે. જોકે અત્યાર સુધીમાં 400થી વધુ લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર અમદાવાદ જિલ્લામાં આપવામાં આવ્યું છે. ત્યારે દેશમાં સૌથી મોખરાતો અમદાવાદ જિલ્લો છે, જ્યાં સૌથી વધુ લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: અમદાવાદ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन