Home /News /gujarat /

પાકિસ્તાની ફોજની ચૂંગાલમાં ફસાયેલ ભારતીય સૈનિકે છેલ્લે ફોન પર શું કહ્યું?

પાકિસ્તાની ફોજની ચૂંગાલમાં ફસાયેલ ભારતીય સૈનિકે છેલ્લે ફોન પર શું કહ્યું?

લાઇન ઓફ કંટ્રોલ પાર કરીને પાકિસ્તાની સેનાની ચૂંગાલમાં ફસાયેલ ભારતીય સૈનિક ચંદૂ બાબુલાલ ચૌહાણને છોડાવવાને લઇને ભારત સરકાર પુરતા પ્રયાસ કરી રહી છે પરંતુ પરિવારજનો ચિંતિત છે.

લાઇન ઓફ કંટ્રોલ પાર કરીને પાકિસ્તાની સેનાની ચૂંગાલમાં ફસાયેલ ભારતીય સૈનિક ચંદૂ બાબુલાલ ચૌહાણને છોડાવવાને લઇને ભારત સરકાર પુરતા પ્રયાસ કરી રહી છે પરંતુ પરિવારજનો ચિંતિત છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #લાઇન ઓફ કંટ્રોલ પાર કરીને પાકિસ્તાની સેનાની ચૂંગાલમાં ફસાયેલ ભારતીય સૈનિક ચંદૂ બાબુલાલ ચૌહાણને છોડાવવાને લઇને ભારત સરકાર પુરતા પ્રયાસ કરી રહી છે પરંતુ પરિવારજનો ચિંતિત છે.

ચૌહાણ પરિવારના માથે આ સમય ભારે પસાર થઇ રહ્યો છે. દરેક પળ એની સુરક્ષાને લઇને પરિવાર ચિંતા કરી રહ્યો છે.

મહારાષ્ટ્રના ધુલે શહેરનો રહેવાસી ચંદુના ભાઇ ગણેશે જણાવ્યું કે, મે બુધવારે એને ફોન કર્યો હતો. પરંતુ અમારી વધુ વાત થઇ શકી ન હતી. અમે કેટલીક મિનિટો જ વાત કરી શક્યા હતા.

નોંધનિય બાબત એ છે કે, ગણેશ પણ ફોજી છે અને હાલમાં 9 મરાઠા લાઇટ ઇનફ્રેંટીમાં ગુજરાતના જામનગરમાં તૈનાત છે.

ગણેશે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા સારા દિવસોની વાત કરી છે. મને વિશ્વાસ છે કે પીએમ મોદી સુરક્ષિત રીતે અમારા ભાઇને પરત લાવશે. આ અમારી એમને અપીલ છે.

પાક સેનાની કસ્ટડીમાં ફોજી

ભારત સરકારે શુક્રવારે કહ્યું કે, તે પાકિસ્તાનની હિરાસતમાંથી ભારતીય સૈનિકને છોડાવવા પુરતા પ્રયાસ કરી રહ્યા છે. આ ભારતીય સૈનિક અજાણતાં સરહદ પાર ગયો હતો. ગૃહમંત્રી રાજનાથસિંહે પત્રકારોને જણાવ્યું કે, નવી દિલ્હી ઔપચારિક રીતે આ મુદ્દો ઇસ્લામાબાદ સમક્ષ ઉઠાવશે અને સૈનિકને છોડાવવા માંગ કરશે.

અધિકારીક સુત્રોના જણાવ્યા અનુસારા, મહાનિર્દેશક મિલિટ્રી ઓપરેશન્સ ડીજીએમઓ લેફ્ટિનેન્ટ જનરલ રણવીર સિંહે આ મુદ્દે પોતાની સમકક્ષના પાકિસ્તાની અધિકારી સામે ઉઠાવ્યો છે અને રજુઆત કરી છે.
First published:

Tags: પાકિસ્તાન, ભારત, સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन