Home /News /gujarat /મારા દેશમાંથી નીકળી જાવ કહી અમેરિકને ભારતીય એંજિનિયરને ગોળી મારી

મારા દેશમાંથી નીકળી જાવ કહી અમેરિકને ભારતીય એંજિનિયરને ગોળી મારી

ડોનાલ્ડ ટ્રંપ રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકામાં પહેલો રંગભેદી હુમલો સામે આવ્યો છે. કંસાસમાં એક ભારતીય એંજિનિયરની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરી આ ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, મેં હૈદરાબાદમાં શ્રીનિવાસના ભાઇ કેકે શાસ્ત્રી અને પિતા સાથે વાત કરી સંવેદના વ્યક્ત કરી હતી.

ડોનાલ્ડ ટ્રંપ રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકામાં પહેલો રંગભેદી હુમલો સામે આવ્યો છે. કંસાસમાં એક ભારતીય એંજિનિયરની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરી આ ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, મેં હૈદરાબાદમાં શ્રીનિવાસના ભાઇ કેકે શાસ્ત્રી અને પિતા સાથે વાત કરી સંવેદના વ્યક્ત કરી હતી.

વધુ જુઓ ...
  નવી દિલ્હી #ડોનાલ્ડ ટ્રંપ રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકામાં પહેલો રંગભેદી હુમલો સામે આવ્યો છે. કંસાસમાં એક ભારતીય એંજિનિયરની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરી આ ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, મેં હૈદરાબાદમાં શ્રીનિવાસના ભાઇ કેકે શાસ્ત્રી અને પિતા સાથે વાત કરી સંવેદના વ્યક્ત કરી હતી.

  અમેરિકામાં ભારતીય એંજિનિયર શ્રીનિવાસની ગોળી મારી હત્યા કરવાના મામલે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરી કહ્યું કે, શ્રીનિવાસના પરિવાર સાથે વાત કરી મદદનું આશ્વાસન આપ્યું છે. સાથોસાથ કહ્યું કે, શ્રીનિવાસના પાર્થિવ દેહને હૈદરાબાદ લાવવા માટે ખાસ વ્યવસ્થા કરાશે.

  કંસાસ શૂટિંગમાં એક અન્ય ભારતીય સહિત અમેરિકી નાગરિક પણ આ ઘટનામાં ઘાયલ થયા છે. ઘટનાને અંજામ આપનાર આરોપી નૌસેનાનો પૂર્વ અધિકારી હોવાનું કહેવાઇ રહ્યું છે.

  જાણવા મળ્યા મુજબ હૈદરાબાદના રહેવાસી અને અમેરિકા સ્થિત એક કંપનીમાં એવિએશન એંજિનિયર શ્રીનિવાસ કુચિભોતલા(32) બુધવારે રાતે કૈનસસ સ્થિત ઓસ્ટિન્સ ગ્રિલ એન્ડ બાર પહોંચ્યા હતા. અહીં એમની પાસે એડમ પ્યૂરિંટન(51) નામનો શખ્સ બેઠો હતો જે ઘણો નશામાં હતો. શ્રીનિવાસ અને એમના સાથી આલોક મદાસનીને જોઇ એડમ પ્યૂરિંટને વંશિય ટિપ્પણી કરવી શરૂ કરી હતી. જેથી એ સમયે ઉપસ્થિત સ્ટાફે પણ એને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એણે 'મારા દેશમાંથી નીકળી જાવ' કહી શ્રીનિવાસ પર ફાયરિંગ કર્યું હતું.

  શ્રીનિવાસને બચાવવાનો પ્રયાસ કરતાં આરોપીએ આલોક મદાસની અને અન્ય એક શખ્સ ઇયાન ગ્રિલોટ પર પણ ફાયરિંગ કર્યું હતું.
  First published:

  Tags: અમેરિકા, વિદેશ મંત્રી, સુષમા સ્વરાજ, હત્યા