Home /News /gujarat /ભારતીય મૂળના ડોકટરે શુક્રાણુ માટેની બનાવી અનોખી એપ
ભારતીય મૂળના ડોકટરે શુક્રાણુ માટેની બનાવી અનોખી એપ
સ્માર્ટફોનના સમયમાં આજકાલ વિવિધ પ્રકારની એપ ધૂમ મચાવી રહી છે. યુઝર્સની સુવિધા માટેની હજારો લાખો એપ્સ ઓનલાઇન માર્કેટમાં ઉપલબ્ધ છે. આ સંજોગોમાં લંડન સ્થિત ડોક્ટરે એક અનોખી અેપ બનાવી ચર્ચા જગાવી છે. ભારતીય મૂળના આ ડોક્ટરે શુક્રાણુ પર અનોખી એપ બનાવી છે. એમના મતે આ એપ મહિલાઓ માટે ઘણી ઉપયોગી બની રહેશે.
સ્માર્ટફોનના સમયમાં આજકાલ વિવિધ પ્રકારની એપ ધૂમ મચાવી રહી છે. યુઝર્સની સુવિધા માટેની હજારો લાખો એપ્સ ઓનલાઇન માર્કેટમાં ઉપલબ્ધ છે. આ સંજોગોમાં લંડન સ્થિત ડોક્ટરે એક અનોખી અેપ બનાવી ચર્ચા જગાવી છે. ભારતીય મૂળના આ ડોક્ટરે શુક્રાણુ પર અનોખી એપ બનાવી છે. એમના મતે આ એપ મહિલાઓ માટે ઘણી ઉપયોગી બની રહેશે.
લંડન #સ્માર્ટફોનના સમયમાં આજકાલ વિવિધ પ્રકારની એપ ધૂમ મચાવી રહી છે. યુઝર્સની સુવિધા માટેની હજારો લાખો એપ્સ ઓનલાઇન માર્કેટમાં ઉપલબ્ધ છે. આ સંજોગોમાં લંડન સ્થિત ડોક્ટરે એક અનોખી અેપ બનાવી ચર્ચા જગાવી છે. ભારતીય મૂળના આ ડોક્ટરે શુક્રાણુ પર અનોખી એપ બનાવી છે. એમના મતે આ એપ મહિલાઓ માટે ઘણી ઉપયોગી બની રહેશે.
બ્રિટન સ્થિત એક શુક્રાણુ બેંકમાં કારનાર ભારતીય મૂળના એક બ્રિટિશ ડોકટરે એવી મોબાઇલ એપ શરુ કરી છે જેનો ઉપયોગ કરી મહિલાઓ એવા વ્યક્તિના શુક્રાણું ઓર્ડર કરી શકે છે કે જેને તે પોતાના બાળકના સંભવિત પિતા તરીકે યોગ્ય માનતી હોય. લંડન સ્પર્મ બેંકમાં વૈજ્ઞાનિક નિર્દેશક એવા ડો.કમલ આહૂજાનું માનવું છે કે દુનિયામાં આવી પ્રકારની આ પ્રથમ એપ છે.
ધ સંડે ટાઇમ્સમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર કમલ આહુજાનું કહેવું છે કે, ઓનલાઇન વેપાર વધી રહ્યો છે. આવામાં કોઇ મહિલાને શુક્રાણું પ્રદાન કરનાર વ્યક્તિની પસંદગીની તક મળે છે અને સમજી વિચારીને આ અંગે પોતાનો નિર્ણય કરી શકે છે. અમને લાગે છે આ પ્રકારની આ એપ દુનિયામાં પહેલી છે. અખબારે લંડન સ્પર્મ બેંકની એપને ઓર્ડર એ ડેડી નામ આપવામાં આવ્યું છે. જેનાથી મહિલાઓ પોતાની પસંદના શુક્રાણું ઓર્ડર કરી શકે છે.
કોઇ ડોનરના બાલ, આંખોનો રંગ અને લંબાઇ સહિતની બાબતો જોયા બાદ મહિલા પોતાના બાળકના સંભવિત પિતા પસંદ કરી શકે છે. તે દાનકર્તાઓની શૈક્ષણિક લાયકાત અને વ્યક્તિત્વ સહિતની અનેક બાબતોનો અભ્યાસ કરી શકે છે અને પોતાની પસંદગી કરી શકે છે.
કોઇ ડોનપના શુક્રાણુંના નુમના માટે એપ મારફતે 950 પાઉન્ડ ચુકવવા પડશે. એ બાદ શુક્રાણુની આપૂર્તિ એ પ્રજનન ક્લિનિકને કરી દેવાશે જ્યાં મહિવાની સારવાર ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, બ્રિટનની અંદાજે 50 ટકા મહિલાઓ આઇવીએફ ક્લિનિક સેવાનો ઉપયોગ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવી ચુકી છે.