રિયો ઓલિમ્પિક: હોકી ટીમની જીતની શરૂઆત, ટેનિસમાં પેસ બોપન્ના બહાર
રિયો ઓલિમ્પિક: હોકી ટીમની જીતની શરૂઆત, ટેનિસમાં પેસ બોપન્ના બહાર
ભારતીય હોકી ટીમે શનિવારે જીત સાથે રિયો ઓલિમ્પિકમાં પોતાનો દબદબો જમાવ્યો છે. પ્રથમ પુલ મેચમાં આયરલેન્ડને 3-2થી હરાવ્યું હતું. તો બીજી તરફ ભારતીય ટેનિસ લિએન્ડર પેસ અને એના જોડીદાર રોહન બોપન્ના પ્રથમ તબક્કામાં જ હારી જતાં ઓલિમ્પિકથી બહાર થઇ ગયા છે.

રિયો ડી જાનેરો #ભારતીય હોકી ટીમે શનિવારે જીત સાથે રિયો ઓલિમ્પિકમાં પોતાનો દબદબો જમાવ્યો છે. પ્રથમ પુલ મેચમાં આયરલેન્ડને 3-2થી હરાવ્યું હતું. તો બીજી તરફ ભારતીય ટેનિસ લિએન્ડર પેસ અને એના જોડીદાર રોહન બોપન્ના પ્રથમ તબક્કામાં જ હારી જતાં ઓલિમ્પિકથી બહાર થઇ ગયા છે.
ઓલિમ્પિક હોકી સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં આઠ વખત ચેમ્પિયન ભારતના રૂપિંદર પાલ સિંહના બે તથા વીઆર રઘુનાથના એક ગોલની મદદથી ભારતીય હોકી ટીમે વિજય મેળવ્યો હતો.
રઘુનાથે ભારત માટે પહેલો ગોલ પહેલા ક્વાર્ટરના અંતમાં કર્યો હતો. આ ગોલ 15મી મિનિટે થયો હતો. ત્યારબાદ રૂપિંદરે 27મી અને 49મી મિનિટે ગોલ કરતાં ટીમ ઇન્ડિયાની જીત પાક્કી કરી હતી. ભારતે ત્રણ હોલ પેનલ્ટી કોર્નર પર કર્યા હતા. આયરલેન્ડે પણ એક ગોલ પેનલ્ટી કોર્નરમાં કર્યો હતો. આ ગોલ જાન જર્મને 45મી મિનિટે કર્યો હતો.
પેસ બોપન્ના બહાર
ભારતીય ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ અને પાર્ટનર બોપન્નાની જોડી પ્રથમ મેચમાં જ હારી જતાં ઓલિમ્પિકમાંથી બહાર થઇ ગઇ છે. પેસ બોપન્નાની જોડીને પોલેન્ડના લુકાસ કુબોટ અને મારસિન માટકોવ્સકીની જોડીએ હરાવી હતી. પોલેન્ડની જોડીએ એક કલાક 24 મિનિટમાં ભારતીય જોડીને 6-4, 7-6થી માત આપી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર