Home /News /gujarat /

અમદાવાદી ક્રિકેટ પ્રેમીઓમાં જોરદાર જુસ્સો, 'ટીમ ઇન્ડિયા જીતશે અને પાક. હારશે, પાકિસ્તાનીઓ ફરી ટીવી ફોડશે'

અમદાવાદી ક્રિકેટ પ્રેમીઓમાં જોરદાર જુસ્સો, 'ટીમ ઇન્ડિયા જીતશે અને પાક. હારશે, પાકિસ્તાનીઓ ફરી ટીવી ફોડશે'

ભારતીય ક્રિકેટ ટીમના સમર્થકો

India Pakistan match: 'પાકિસ્તાન દર વખતની જેમ ભારત સામે હારી જશે અને પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સ પોતાના ટીવી તોડી નાખશે.'

અમદાવાદ: આમ તો ક્રિકેટ મેચની વાત આવે એટલે ક્રિકેટ ફેન્સનો ઉત્સાહ સાતમા આસમાને હોય છે અને તેમા પણ જો ક્રિકેટ મેચમાં ભારત પાકિસ્તાન (india Pakistan T 20 world cup) વચ્ચે મુકાબલો હોય ત્યારે આ ઉત્સાહ બેવડાઈ જતો હોય છે.  T20 વર્લ્ડ કપમાં (T20 World Cup) વિરાટ સેના અને બાબર સેના વચ્ચે જબરદસ્ત મુકાબલો છે. ત્યારે અમદાવાદના ક્રિકેટ રસિક  (Ahmedabad Cricket fans) પોતાના શરીર પર કરેલા તિરંગાના પેઇન્ટ સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તેવીજ રીતે એક યુવક પાકિસ્તાનના ફ્લેગનો પેઇન્ટ પોતાના શરીર પર કરી પહોંચ્યો.

આ બંને ક્રિકેટ ફેન્સે શહેરના રિવરફ્રન્ટ પર લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ભારતનો દુશ્મન દેશ જો કોઈ હોય તો તે પાકિસ્તાન છે, એ સૌ કોઈ જાણે છે. કારણ કે, દર વખતે ભારતે દોસ્તીનો હાથ લંબાવવા છતાં પાકિસ્તાને ભારતની પીઠમાં ખંજર ભોંકવાનું જ કામ કર્યું છે. જેના કારણે સરહદ પરની વાત હોય કે, ક્રિકેટનું બેટલ ગ્રાઉન્ડ હોય ભારત પાકિસ્તાનનો મુકાબલો કાંટાની ટક્કર જેવો જ રહ્યો છે. T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર છે. સાંજે 7.30 વાગે આ મેચની ઇન્તેજારી લોકોને સવારથી જ છે.

ભારતીય ક્રિકેટ ટીમના સમર્થકો


તો બીજી તરફ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા અરુણ હરિયાણીએ પોતાના શરીર પર તિરંગાનો પેઇન્ટ લગાવ્યો છે. અરુણ હરીયાણીએ તો આ ક્રિકેટ મેચને લઈ એક દિવસ અગાઉથી જ આ પ્રકારે ઉજવણી શરૂ કરી દીધી છે. અરુણનું કહેવું છે કે, ભારત દેશમાં તો સર્વ ધર્મ એક સમાન છે. પણ ભારત અને પાકિસ્તાનની મેચમાં પાકિસ્તાન દર વખતે ભારત સામે હારી જાય છે અને પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સ પોતાના ટીવી તોડી નાખે છે. આ વખતે પણ કંઈક આવું જ થવાનું છે. ભારત ની ક્રિકેટ ટીમ ફરી એકવાર પાકિસ્તાનને ધોબી પછાડ આપવાનું છે.



મહત્વનુ છે કે અરુણ હરિયાણી છેલ્લા કેટલા દિવસોથી અલગ અલગ કાર્યક્રમોમાં જાગૃતિ ફેલાવે છે. થોડા દિવસો પહેલા કોરોના સામેની જંગમાં આ જ રીતે પોતાના શરીર પર પેઇન્ટ લગાવી વેકસીનેશન જાગૃતિ ફેલાવી હતી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: India Pakistan match, અમદાવાદ, ક્રિકેટ, ગુજરાત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन